જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓએ સિવિલ હોસ્પિટલના મુદ્દે વિસ્તૃત ચચર્ઓિ કરી હતી.
આ બેઠકમાં સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ સિવિલ હોસ્પિટલ ખાતે લોકો માટે વ્યવસ્થાઓ કરવા તથા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચના આપી હતી. સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટ જિલ્લામાં દૂધ અને મીઠાઈના નમૂના લેવા તેમજ અખાદ્ય પદાર્થો પકડવા સરપ્રાઈઝ ચેકીંગ કરવા વિષે, સિવિલ હોસ્પિટલ ખાતે અસામાજિક તત્વોને રોકવા અંગે સિકયોરિટી વધુ મજબૂત કરવા, તબીબોની સુરક્ષા જેવા પ્રશ્નો હલ કરવા, તેમજ સિવિલ હોસ્પિટલમાં અન્ય વ્યવસ્થાઓ વિષેની કામગીરી નિયત સમય મયર્દિામાં પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ સૂચિત સોસાયટીને કાયમી કરવાની કામગીરી તથા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ બેડી, બેડલા, પારેવડા ગામે પૂરતું પાણી પહોંચાડવા વિષે રજૂઆત કરી હતી.કલેકટરે કોલેજ, આઇ.ટી.આઇ., શાળાઓમા ફાયર એન.ઓ.સી- બી.યુ્, જમીન સંપાદન, દબાણ હટાવ, જી.આઇ.ડી.સી.માં પાણીના નિકાલ, ટ્રાફિક, ગૌચરની જમીન, કરુણા એમ્બ્યુલન્સની સંખ્યા વધારવા વિષે ચચર્િ કરવામાં આવી હતી તેમજ ગેમઝોનના હતભાગીઓના પરિવારજનોને વિવિધ યોજનાઓના લાભ આપવા અને પી.જી.વી.સી.એલ.ના ગ્રાઉન્ડ લેવલ કર્મચારીઓના આરોગ્યની તપાસ વિષે આયોજન તેમજ નિયત સમયમાં તેમના લાભો સર્વેને મળે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી.
કલેકટરે ખુલ્લા બોરવેલ બંધ કરાવવા વિશેષ સર્વે હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવા પર ખાસ ભાર મૂકયો હતો. અને આગામી વિશ્વ યોગ દિનની ઉજવણી માટે સ્થળ તેમજ આનુષંગિક વ્યવસ્થા સંબંધિત કામગીરી અને શેરીબાળકોને ખાસ શાળાઓમાં પ્રવેશ અપાવી તેમના નિવાસની વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવા જણાવ્યું હતું. શહેરમાં વિકસતા નવા વિસ્તારોને આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને ઈશ્વરીયા ખાતે નવા અન્નપૂણર્િ કેન્દ્ર શરૂ કરવા વિષે પણ આ બેઠકમાં ચચર્િ કરાઈ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધીએ સૌને આવકાયર્િ હતા. આ બેઠકમાં ધારાસભ્ય રમેશ ટીલાળા અને દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, રૂડાના સી.ઈ.ઓ. મિયાણી, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી, પી.ડી.યુ.હોસ્પિટલના તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે.વસ્તાણી, સ્ટેમ્પ ડયુટી ડેપ્યુટી કલેક્ટર બી.એ.અસારી, ડેપ્યુટી ડી.ડી.ઓ. હર્ષદ પટેલ અને ઈલાબેન ગોહિલ, પ્રાંત અધિકારીઓ, સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં યુવાન ઉપર જીવલેણ હુમલો
May 17, 2025 11:21 AMદેવભુમી દ્વારકા જીલ્લામાં એટીએસનું ગુપ્ત ઓપરેશન
May 17, 2025 11:19 AMહેરાફેરી 3 માંથી પરેશ રાવલ આઉટ
May 17, 2025 11:18 AMબોલીવુડના કલાકારોનું મૌન ફોલોઅર્સ ગુમાવવાની બીકે છે
May 17, 2025 11:16 AMયમન પર ઇઝરાયલનો હુમલો, હુતી આતંકી સંગઠનના બંદરોને ભારે નુકસાન પહોંચાડ્યું
May 17, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech