રાજકોટના વિવાદિત પૂર્વ સી.પી.અગ્રવાલની અમદાવાદ હોમગાર્ડ ડાયરેકટર તરીકે બદલી

  • September 06, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરનાં વિવાદીત પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ પોલીસ તાલિમ વિભાગ ખાતેથી સિવિલ ડિફેન્સ એન્ડ કમાન્ડન્ટ હોમગાર્ડની ખાલી જગ્યા પર ડાયરેકટર તરીકે અમદાવાદ બદલી થઈ છે. બહુ ચર્ચિત વીડિયો કાંડના સસ્પેન્ડેડ એડી કલેકટર કેતકી વ્યાસના ડીવાયએસપી પતિને પણ પ્રકરણમાં છાંટા ઉડયાની માફક બી.એસ.વ્યાસને એસટીએસસી સેલ ડીવાયએસપી ગીર સોમનાથ તરીકે તબદીલ કરાયા છે.

રાજકોટમાં બહુચર્ચિત કથિત કટકી કાંડ, જમીન કાંડના થયેલા આક્ષેપો અને ગાંધીનગર સુધી ગાજેલા મામલા બાદ ગત વર્ષે ફેબ્રુઆરી માસના અંતમાં રાજકોટ પોલીસ કમિશનરની ક્રીમ પોષ્ટ્ર પરથી મનોજ અગ્રવાલની પોલીસ બેડામાં સાઈડલાઈન મનાતી જૂનાગઢ તાલિમ ભવનના વડા તરીકે તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી.દોઢેક વર્ષથી વધુ સમય જૂનાગઢ પોલીસ તાલિમ ભવનના વડા તરીકે રહેલા મનોજ અગ્રવાલની સરકાર દ્રારા તેમના નિવાસસ્થાન અમદાવાદ ખાતે હોમગાર્ડ ડાયરેકટરપદે બદલી કરાઈ છે જો કે, આ પોષ્ટ્ર પણ કોઈ ફિલ્ડ વર્ક નહીં સાઈડલાઈન જેવી જ મનાતી હોવાની વાત છે.


રાય સરકાર દ્રારા કરાયેલા અન્ય ફેરફારોમાં કડક છાપ ધરાવતા પોલીસ તાલિમ ભવનના વડા નિરજા ગોટરૂ પાસેથી એસઅમસીનો વધારો હવાલો લઈ લેવાયો છે. આઈપીએસ ગોટરૂના વડપણ હેઠળ એસએમસીએ રાયભરમાં સપાટો બોલાવી દીધો છે. દારૂ, જુગાર, ધંધાર્થી કે આવા બે નંબરના ધંધાર્થીઓમાં રીતસરનો એસએમસીનો ફફડાટ છે. ક્રિકેટ સટ્ટા કાંડમાં ઈન્ટરનેશનલ ક્ષેત્રે જોડાયેલા ધનાઢય બુકીઓને પણ એસએમસીએ લપેટમાં લીધા છે. આવા કડકાઈભર્યા કામ વચ્ચે ચાર્જ લઈ લેવાતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.એસએમસીના વડાનો ચાર્જ સીઆઈડી ક્રાઈમના વડા આર.બી.બ્રહ્મભટ્ટને સોંપાયો છે. હવે એસએમસીનું વર્ક કઈં ઢબે રહેશે પહેલાની જેમ જ સપાટો બોલાવશે? શહેર–જિલ્લામાં સ્થાનિક પોલીસની મહેરબાનીથી ચાલતા ધંધાઓ પર જે રીતે એસએમસી તુટી પડતી એ મુજબ જ દરોડા ચાલુ રહેશે કે કાંઈ બદલાવ આવશે? તેવું પર પોલીસના વર્તુળોમાં ચર્ચાનું ચકડોળ
ચાલ્યું છે.

આણંદના કલેકટર પાસે જમીનની ફાઈલમાં સહી કરાવવા માટે યુવતી મોકલીને અંગત પળોના વીડિયો ઉતરાવી લેવાના કાંડમાં ફસાયેલા આણંદના એડિશનલ કલેકટર (હાલ સસ્પેન્ડેડ) કેતકી વ્યાસ અને તેના અન્યો સામે ગુનો નોંધાયો ધરપકડ પણ થઈ હતી. કેતકી વ્યાસના પતિ ડીવાયએસપી છે અને આણંદમાં જ ફરજ બજાવતા હતા. ત્યાં તપાસને કોઈ હસ્તક્ષેપ થાય કે આવું કાંઈ ન બને અથવા તો એડી.કલેકટર પત્નીનું કાંડમાં નામ ઉછળતા છાંટા ડીવાયએસપી પતિ બી.એસ.વ્યાસને પણ ઉડયાની માફક તેમની બદલી થઈ છે.ડીવાયએસપી વ્યાસને આણંદથી બદલીને ગીર સોમનાથ એસટીએસસી સેલના ડીવાયએસપી તરીકે મુકી દેવાયા છે. ઉપરોકત તમામ બદલી હાલ તો રૂટિન જ ગણી શકાય. પરંતુ બદલીઓને લઈને જો અને તો જેવો ગણગણાટ ચાલ્યો છે.

પોલીસ કર્મીના મોતના પગલાં બાદ મહિલા ડીવાયએસપી પણ બદલાયા
જૂનાગઢ પોલીસ તાલિમ ભવનના પોલીસ કર્મીને માર મારવાના બનાવ અને તેના મૃત્યુના હાઈકોર્ટ સુધી ગાજેલા મામલા બાદ આ ચકચારી પ્રકરણમાં જૂનાગઢ પોલીસ તાલિમ ભવનના ડીવાયએસપી ખુશ્બુ કાપડિયાની ભચાઉ ખાતે બદલી કરાઈ છે. તેમને પોલીસ કર્મીનું મોતનું પ્રકરણ નડયું કે રૂટિન બદલી હશે કે અન્ય કાંઈ. અન્ય એક રિયાઝ સરવૈયાની પણ કેવડિયા બદલી થયાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application