કેનેડાના વિવાદિત સ્પીકર એન્થોની રોટાનું રાજીનામું

  • September 27, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર એન્થોની રોટાએ મંગળવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. યુક્રેનના રાષ્ટ્ર્રપતિના સંબોધનમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની વતી લડનાર સૈનિકને સન્માનિત કરવાના વિવાદ બાદ તેમણે આ નિર્ણય લીધો હતો. મહત્વનું છે કે, યુક્રેનના રાષ્ટ્ર્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ગૃહને સંબોધિત કયુ હતું. આ દરમિયાન સ્પીકર એન્થોની રોટાએ ૯૮ વર્ષીય યારોસ્લાવ હત્પન્કા તરફ ધ્યાન દોયુ. આ દરમિયાન કેનેડાના સાંસદોએ તેમનું સ્વાગત કયુ હતું.

વિરોધ પક્ષોએ રોટાના રાજીનામાની માંગણી કરી હતી
રોટાએ કહ્યું હતું કે હંકા એક યુદ્ધ નાયક હતા જે ૧ લી યુક્રેનિયન ડિવિઝન વતી લડા હતા. પાછળથી ખબર પડી કે આ વિભાગ નાઝીઓના આદેશ હેઠળ લડો હતો. આ પછી રોટાએ મંગળવારે હાઉસ ઓફ કોમન્સના પાર્ટી નેતાઓને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પહેલા તમામ મુખ્ય વિરોધ પક્ષોએ રોટાના રાજીનામાની માંગ કરી હતી.


રશિયાએ આપી હતી પ્રતિક્રિયા

કેનેડાની સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવાના કૃત્યને ઘૃણાસ્પદ ગણાવતા, ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું છે કે, અજ્ઞાનતા માટે માફી માંગવી સંપૂર્ણપણે હાસ્યાસ્પદ છે. રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  પરની તેમની પોસ્ટમાં કેનેડાને યુક્રેનિયન નાઝીઓ માટે સલામત આશ્રયસ્થાન ગણાવ્યું હતું.

યુદ્ધના નાયક તરીકે સન્માનિત કર્યા બાદ વિવાદ શરૂ  થયો
કેનેડા યુક્રેનિયન નાઝીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ભૂતકાળમાં રહ્યું છે અને હાલમાં પણ છે. અલીપોવે કહ્યું કે, અજ્ઞાનતા માટે માફી માંગવી હાસ્યાસ્પદ છે. ભગવાનનો આભાર માનો કે ઝેલેન્સકીના દાદા એ જોવા માટે જીવતા નથી કે તેમનો પૌત્ર શું બની ગયો છે. શુક્રવારે ૯૮ વર્ષીય યુક્રેનિયન ઈમિગ્રન્ટ યારોસ્લાવ લ્યુબકાને રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીની મુલાકાત દરમિયાન કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં યુદ્ધના નાયક તરીકે સન્માનિત કરવામાં આવ્યા પછી વિવાદ શરૂ  થયો હતો.


વિશ્વભરના યહદી સમુદાયોની માફી માંગી

આ દરમિયાન કેનેડિયન હાઉસ ઓફ કોમન્સના સ્પીકર એન્થોની રોટાએ કેનેડા અને વિશ્વભરના યહદી સમુદાયોની માફી માંગી છે. ૨૨ સપ્ટેમ્બરે કેનેડાની સંસદમાં યુક્રેનના રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકીના સંબોધન દરમિયાન તેમણે ગેલેરીમાં હત્પંકાની પ્રશંસા કરી હતી





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application