ચાર મહિનાના માસુમ બાળકની તબીબી સારવાર અર્થે ખંભાળિયાના સેવાભાવી યુવાનો દ્વારા ફાળો એકત્ર કરાયો

  • March 15, 2021 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહીસાગર જિલ્લાના ચાર માસના ધૈર્યરાજસિંહ નામના એક માસૂમ બાળકને ભાગ્યે જ જોવા મળતી એવી એક ઘાતક બીમારી લાગુ પડતા આ માસૂમ બાળકનો જીવ બચાવવા સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી સહાય અને અનુદાનની સરવાણી વહી છે. જેમાં ખંભાળિયાના સેવાભાવી યુવાનો પણ જોડાયા છે.

મહિસાગર જિલ્લાના રહીશ એવા ધૈર્યરાજસિંહ રાજદિપસિંહ રાઠોડને ગંભીર બીમારી માટે તબીબી સારવાર સબબ રૂપિયા 16 કરોડનું એક ઇન્જેકશન આપવું અનિવાર્ય હોવાથી ખંભાળિયાના યુવાનોએ આ સેવા પ્રવૃત્તિમાં સહભાગી થઇ અને ગઈકાલે રવિવારે જુદા જુદા વિસ્તારોમાં આ માસૂમ બાળક માટે ફાળો એકત્ર કર્યો હતો.

જેમાં અહીંના વનરાજસિંહ વાઢેર, નિકુંજ વ્યાસ, ઇન્દ્રજીતસિંહ પરમાર, વિકી રૂઘાણી, મિલન વારીયા, મનન કારિયા, ભગીરથસિંહ જાડેજા, જીતુ ગઢવી અનિલ ભરવાડ, કરણ ભરવાડ, ભાવિન છનુરા, મેહુલસિંહ સોઢા, સહીતના સેવાભાવી યુવાનો- કાર્યકરોએ જુદા જુદા વિસ્તારોમાં બેનર સાથે જઈ, માસુમ બાળક માટે ફંડ એકત્ર કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS