જયાં વાડજ ચીભડા ગળે ત્યાં ફરિયાદ કોને કરવી? બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કહેવાય તો બિલાડી જ દૂધ પી જાય તેમ સરકારી દફતરમાં જે તે વિભાગનો હવાલો સંભાળનાર જ અધિકારી જ કોન્ટ્રાકટર સાથે મિલીભગત કરીને કરોડો પિયાનું સરકારી તિજોરીને નુકસાન કરી રહ્યા છે ત્યારે આવા સરકારી બાબુને દાખલાપ સજા કરવામાં આવે તો જ સરકારની તિજોરીને નુકસાન થતું અટકશે નહિતર યાં ભ્રષ્ટ્રાચાર બહાર આવશે તે થયેલા ભ્રષ્ટ્રાચારની તપાસ માટે અધિકારીની નિમણૂક કરાશે અને એ જે અધિકારીએ ભ્રષ્ટ્રાચાર કર્યેા હશે તે ભ્રષ્ટ્રાચારની સજા કરવાને બદલે થયેલા ભ્રષ્ટ્રાચારની ફાઈલ બધં કરવાનો નવો ભ્રષ્ટ્રાચાર થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
ગીર સોમનાથ જિલ્લ ાના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાકટર કળથીયા એન્જિનિયરિંગ કંપનીને જિલ્લ ા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડએ નેશનલ હાઇવેના કામમાં બરૂલા ગામના તળાવમાંથી માટી કાઢવા આપેલી મંજૂરીનો. આ મંજૂરીમાં પારદર્શક ભ્રષ્ટ્રાચાર કરવા ખોટા વહીવટને સાચો દર્શાવવા અને જવાબદારીમાંથી છટકવા માટે એક વિભાગમાંથી બીજા વિભાગને પત્રો દ્રારા સાચી ખોટી માહિતી અપાયા બાદ છેવટે ગીર સોમનાથ જિલ્લ ા કલેકટરે ઓકટોબર ૨૦૨૪ના એક પત્રથી ચીફ એન્જિનિયરિંગ (પંચાયત) અને અધિક સચિવ નર્મદા જળસંપતિ પાણી પુરવઠા ગાંધીનગરને પંચાયત વિભાગ ગીર સોમનાથ હસ્તકના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે આવેલા તળાવમાંથી માટી કાઢવા માટે આપેલી મંજૂરી અને આ માટેની કરોડો પિયાની રોયલ્ટી નહીં ભર્યા હોવાના આધાર પુરાવા સાથે સચિવને જાણ કરીને સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સામે પગલાં લેવા જણાવતા ખળભળાટ મચી ગયો હતો.
એક વર્ષ પહેલા થયેલા ભ્રષ્ટ્રાચારનો ભાંડો ન ફટે તે માટે છેલ્લ ા છ માસથી કુલડીમાં ભંગાતો ગોળ ગાંધીનગર પહોંચ્યો છે ત્યારે ગાંધીનગરથી જવાબદારો સામે પગલાં લેવાશે કે પછી ત્યાં પણ કુલડીમાં ગોળ ભંગાશે તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશેેે. ખનીજ કાઢવાની મંજૂરીની સત્તા ખાણ ખનીજ વિભાગને જ હોય છે ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડએ સુજલામ સુફલામ યોજનાના રૂપકડા બહાના હેઠળ યોજના શ થાય તે પૂર્વે સાચું ખોટું કરીને સુત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવેના કામ માટે અમદાવાદની કળથીયા એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રકશન કંપનીને તારીખ ૨૩–૧૨–૨૩થી ૩૧–૧–૨૪ સુધી માટી કાઢવાની મંજૂરી આપેલ. જેમાં તળાવના પાળાને કોઈ નુકસાન ન થાય તે રીતે માટી કાઢવાની હતી પરંતુ કળથીયા ઇન્જિનિયરિંગ કંપનીએ તળાવના પાળાને નુકસાન થવું હોય તો થાય પણ માટી તો કાઢી જ લેવાની લાયમાં તળાવના પાળાને નુકસાન કરેલું.
કોન્ટ્રાકટર અને સિંચાઈ વિભાગના અધિકારીની મીલીભગતથી થયેલા આ ભ્રષ્ટ્રાચારનું પાપ છાપરે ચડીને પોકાયુ હતું અને ચોમાસામાં ભારે વરસાદને કારણે તળાવના પાળાને નુકસાન થવા લાગતા જેમતેમ કરીને આ પાળા રિપેર કરવામાં આવ્યા હતા. જો પાળા સમયસર રીપેર કરવામાં આવ્યા હોત તો બરૂલા ગામના ખેડૂતોના ખેતર અને ગામને ભારે નુકસાન થયું ન હોત. આ બાબતની ગીર સોમનાથ જિલ્લ ા ભાજપ બક્ષીપંચના મોરચાના અધ્યક્ષ જીવાભાઇ વાળાએ તંત્રમાં ફરિયાદ કરી હતી ત્યારે સિંચાઈ વિભાગે કરેલા ભ્રષ્ટ્રાચારની કુલડીમાં ગોળ ભાંગવા તા.૩૦–૭–૨૪ના પત્રથી કળથીયા એન્જિનિયર એજન્સીને તમોને માટીની રોયલ્ટી ભરવા જણાવા છતાં તમે રોયલ્ટી ભરી નથી તેથી અત્રેની કચેરીના તાંત્રિક સ્ટાફે સ્થળ તપાસ કરતા કચેરીની જાણ બહાર ૫૬૦૦૦ મેટિ્રક ટન માટી ઉપાડી લીધી છે એટલે સરકારને ભરવાની થતી રકમ રૂા.૧૪ લાખ અને ૧૪ લાખ પિયાનો દડં મળીને કુલ પિયા ૨૮ લાખ ભરવા જણાવેલ હતું પરંતુ આ કોન્ટ્રાકટરે આ દંડની રકમ નહીં ભરતા તેની જાણ ભૂસ્તરશાક્રીની કચેરીને થતા ભૂસ્તર શાક્રી પણ માથું ખંજવાળા લાગેલા અને સિંચાઈ વિભાગની કાર્યવાહી અંગે તમામ અહેવાલો મંગાવીને કેટલીક સ્પષ્ટ્રતા કરવા સિંચાઈ વિભાગને જણાવ્યું હતું. જેમાં રોયલ્ટી ભરપાઈ કરવાની શરતે મંજૂરી અપાય હતી તો રોયલ્ટી કેમ નથી ભરાઇ? અને રોયલ્ટી નથી ભરી તો તેના વગર કોન્ટ્રાકટરને તેના કામના બિલ કેમ ચૂકવ્યા ? માટીની રોયલ્ટી કોન્ટ્રાકટર ન ભરતા હતા તેને અટકાવવા નકકર પગલાં લેવાને બદલે માટી નહીં ઉપાડવાની સિંચાઈ ભાગે કોન્ટ્રાકટરને માત્ર મૌખિક સૂચના આપીને કેમ સંતોષ માન્યો!? સિંચાઈ વિભાગે કોન્ટ્રાકટરને ૫૬૦૦૦ મેટ્રીક ટન માટી ઉપાડી તેનું માપ સાઈઝ કેવી રીતે કાઢુ?ં અને તેનો ખરેખર થતો દડં વસૂલવાને બદલે ૨૮ લાખ પિયા દડં કેમ આકાર્યેા? આવા અનેક સવાલો વચ્ચે ખાણ ખનીજ વિભાગે કળથીયા કોન્ટ્રાકટર કંપનીને પિયા એક કરોડ ૩૧ લાખનો દડં ફટકાર્યેા છે અને એક માસમાં આ રકમ નહીં ભરાય તો ફોજદારી ફરિયાદ કરવા પણ જણાવ્યું છે ત્યારે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્રારા કરવામાં આવેલો આ પારદર્શક ભ્રષ્ટ્રાચાર છેલ્લ ા છ માસથી એક સરકારી કચેરીએથી બીજી સરકારી કચેરીએ ફેંકા ફેકી થાય છે અને સરકારી અધિકારીઓ પોત પોતાની જવાબદારીમાંથી છટકી જવા પેતરા રચે છે ત્યારે આવા ભ્રષ્ટ્ર અધિકારીઓની સામે પગલાં લેવા છે કે કેમ? કે આવા ભ્રષ્ટ્ર અધિકારીઓ છટકી જશે તે સમયે ખ્યાલ આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાકુંભ મેળા માટે ગુજરાતથી 8 સ્પેશિયલ ટ્રેન દોડશે, જાણો કઈ તારીખથી રજિસ્ટ્રેશન કરાવી શકશો
December 18, 2024 09:54 AMકોડીનાર શિંગોડા નદીમાં મચ્છીની જાળમાં ફસાયેલા પાંચ યાયાવર પક્ષીઓનાં મોત
December 18, 2024 09:39 AMરાજ્યના જોઈન્ટ અને આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરોની બદલીનો કાયદા વિભાગ દ્વારા આદેશ
December 17, 2024 08:26 PMબુમરાહ-આકાશદીપની જોડીએ રચ્યો ઈતિહાસ, 21મી સદીની સૌથી મોટી ભાગીદારીનો બનાવ્યો રેકોર્ડ
December 17, 2024 08:05 PMઆ દેશમાં કર્મચારીઓને કરાવે છે સૌથી વધુ કામ, લીસ્ટમાં ભારત આવે છે આ નંબર પર
December 17, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech