લેપટોપ અને મોબાઈલ પર સતત કામ કરવાથી ત્વચા થઈ શકે છે ખરાબ, આ ઉપાયોથી સ્કિનની કરો જાળવણી

  • April 01, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લેપટોપ અને મોબાઈલનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પણ ત્વચા પર પણ તેની વિપરીત અસર જોવા મળે છે. ટીવી, લેપટોપ અને મોબાઇલમાંથી નીકળતા કિરણોને લીધે ત્વચા પર ખીલ, કરચલી જેવી સમસ્યા ઊભી થઈ શકે છે. આજે આ આર્ટિકલમાં તમને આ સમસ્યા દૂર કરવાના સરળ ઉપાયો જણાવીશું.

 

 

 

1) બરફના ટુકડાથી ચહેરો સાફ કરવો : 

 

દિવસભર કામ કર્યા પછી સાંજે ચહેરા પર સુસ્તી નજર આવતી હોય છે. આવું થવા પર ચહેરા પર થોડા સમય માટે બરફના ટુકડાથી મસાજ કરવું. જેનાથી ત્વચા પરની સુસ્તી અને સનબર્નની સમસ્યા દૂર થશે. સાથે જ સ્કિનની કુદરતી ભીનાશ જળવાઈ રહેશે. 

 

 

2) ટમેટાની પેસ્ટ લગાવવી : 

 

સ્કિનને ખરાબ થતી રોકવા માટે ટમેટાની પેસ્ટનો ઉપયોગ કરી શકાય. ટમેટાની પેસ્ટ સનબર્નમાં રાહત આપે છે. સાથે જ તેનાથી સ્કિન પર થનારી સમસ્યા દૂર થાય છે. 

 

 

3) ઠંડા પાણીથી ચહેરો સાફ કરવો : 

 

સ્કિન પ્રોબ્લેમ દૂર કરવા માટે ત્વચાને વારંવાર સ્વચ્છ અને ઠંડા પાણીથી ધોવાનું રાખવું. જેનાથી ચહેરાને આરામ મળશે અને તે ચમકી ઉઠશે. 

 

 

4) મધ અને લીંબુ : 

 

સ્કિન પર તાજગી યથાવત રાખવા માટે એક ચમચી મધમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરવો અને આ પેસ્ટને અડધો કલાક ચહેરા પર લગાવવી અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લેવો. દરરોજ આમ કરવાથી ચહેરો ચમકી ઉઠશે. 

 

 

5) કાકડીનો રસ અને દહીં : 

 

ઓઈલી ત્વચાને રાહત આપવા માટે કાકડીના રસને દહીંમાં મિક્સ કરવો. આ પેસ્ટને 20 મિનિટ સુધી તમારા ચહેરા પર લગાવવો. જે પછી સાફ પાણીથી ચહેરો ધોઈ લેવો. આમ કરવાથી ઓઈલી સ્કિનમાં ફાયદો થશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS