સલીમભાઈ મીસરીયા જેઓ જામનગર જીલ્લા મુકામે રહે છે. તેઓએ પોતાની માલિકીની કારનું આઈ.સી.આઈ.સી.આઈ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વિમો મેળવેલ હતો. તે વિમાનાં સમયગાળા દરમ્યાન કારનું અકસ્માત થયેલ અને કારમાં ખુબ જ નુકશાન થયેલ, એટલે સલીમભાઈ દ્વારા વિમા કંપની સમક્ષ કલેઇમ મુકી રકમની માંગણી કરેલ. પરંતુ વિમા કંપની દ્વારા ખોટા કારણો ધરીને કલેઈમની રકમ ચુકવવાનો ઇન્કાર કરેલ. જેથી સલીમભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત વીમા કંપનીને નોટીસ મોકલવામાં આવેલ પરંતુ વીમા કંપની દ્વારા નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ ચૂકવેલ નહી..
જેથી સલીમભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન જામનગર માં આઈ.સી.આઈ.સી.આઈ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ફરિયાદ ચાલી જતાં સંજયભાઈ ના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને નેશનલ કમીશન, સ્ટેટ કમીશન ના ચુકાદા રજુ કરવામાં આવેલ. જે ચુકાદા તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય એચ.એસ.દવે દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અને વિમાની રકમ ૩૧૮૨૯/- ની રકમ ૬ % વ્યાજ સાથે તથા માનસિક દુ:ખ ત્રાસ ના તથા ફરિયાદ ખર્ચ ની રકમ ૫૦૦૦/- વળતર પેટે સામાવાળા આઈ.સી.આઈ.સી.આઈ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એ ફરિયાદી સલીમભાઈ ને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે.
સંજયભાઈ કરશનભાઈ મકવાણા જેઓ જામનગર જીલ્લા મુકામે રહે છે. તેઓએ પોતાની માલિકીનો ટ્રકનું રીલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વિમો મેળવેલ હતો.
તે વિમાનાં સમયગાળા દરમ્યાન ટ્રકનું અકસ્માત થયેલ અને ટ્રક પલટી મારી ગયેલ અને ટ્રકમાં ખુબ જ નુકશાન થયેલ, એટલે સંજયભાઈ દ્વારા વિમા કંપની સમક્ષ કલેઇમ મુકી રકમની માંગણી કરેલ. પરંતુ વિમા કંપની દ્વારા ખોટા કારણો ધરી સંજયભાઈને કલેઈમની રકમ ચુકવવાનો ઇન્કાર કરેલ. જેથી સંજયભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત વીમા કંપનીને નોટીસ મોકલવામાં આવેલ પરંતુ વીમા કંપની દ્વારા નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ ચૂકવેલ નહી.
જેથી સંજયભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત ગ્રાહક સુરક્ષા કમીશન જામનગરમાં રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ફરિયાદ ચાલી જતાં સંજયભાઈ ના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને નેશનલ કમીશન, સ્ટેટ કમીશનના ચુકાદા રજુ કરવામાં આવેલ. જે ચુકાદા તથા દલીલો ધ્યાને લઇ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનનાં પ્રમુખ પી.સી.રાવલ તથા સભ્ય એચ.એસ.દવે દ્વારા ફરિયાદીની ફરિયાદ મંજુર કરવામાં આવેલ અને વિમાની રકમ ૧,૬૮,૫૦૦/- ની રકમ ૬ % વ્યાજ સાથે તથા માનસિક દુ:ખ ત્રાસ ના તથા ફરિયાદ ખર્ચ ની રકમ ૮૦૦૦/- વળતર પેટે સામાવાળા રીલાયંશ જનરલ ઇન્સ્યોરન્સ કંપની એ ફરિયાદી સંજયભાઈ ને ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે.આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતાં.