શિયાળાની ઋતુમાં આટલી વસ્તુનું કરો સેવન , શરીરને મળશે ગરમી અને હુંફ

  • November 26, 2020 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળાની ઋતુમાં લોકો શરદી અને જુખામ થી પરેશાન રહેતા હોય છે. સાથે જ વહેતું નાક અને જકડાયેલ શરીર કઈ પણ  કામ કરવા નથી દેતા હોતા. આવી સ્થિતિમાં આહારમાં આવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને શરીરની ગરમી વધારી શકાય છે. જેના કારણે શરીરમાં હૂંફ પણ રહે છે. અને ઘણી બીમારી થી બચી શકાય છે. તો જાણી લો આ ઠંડીમાં તમે કઈ કઈ વસ્તુનું સેવન કરશો. 

  ઠંડીમાં આટલી વસ્તુનું કરો સેવન 

- તુલસી, લવિંગ, આદુ અને કાળા મરી ખાઓ. આ વસ્તુને તમે દૂધ અથવા ચા સાથે લઈ શકો છો.
- ખજૂરની તાસીર ગરમ હોવાથી તેને ગરમ દૂધ સાથે ખાઓ. આ માત્ર બાળકો માટે જ નહીં પરંતુ તમામ ઉંમરના લોકો માટે પણ ફાયદાકારક છે. તમે ખજૂરનો હલવો પણ બનાવી શકો છો. 
- મધ સાથે પીપલી, કાળા મરી, સુંઠ અને મુલેઠીનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરો. 
- દેશી ઘી ખાઓ. દરરોજ ૧૫ ગ્રામ ઘીનું સેવન શરીરને હુંફની સાથે ગરમ રાખે છે. તે ત્વચાને શુષ્ક થતા રોકે છે.
- હળદર સાથે દૂધ લો. હળદરના એન્ટીબાયોટીક ગુણધર્મો અને દૂધમાં હાજર કેલ્શિયમ શરદી સામે રક્ષણ આપે છે. તે સારી ઉંઘ આપવામાંની સાથે પીરિયડની પીડા  શરદી  અને કફને પણ દૂર રાખે છે.
- ગોળનું  સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે .  વિટામિન, મિનરલ્સ ,  ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સમૃદ્ધ ગોળ માયગ્રેશન, અસ્થમા, થાક અને અપચોમાં ફાયદાકારક છે. જો તમને કફની સમસ્યા   છે, તો આદુ સાથે ગોળ ખાઓ.
- બદામ ખાઓ. ખાસ કરીને બદામ, પિસ્તા, અખરોટ ખાઓ. આનાથી વધુ કંઇ ગરમ નથી થતું. તેથી જ દરરોજ ૫થી ૬ પીસ જરૂરથી લો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS