દુધસાગર રોડ પર લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં રહેતા બાંધકામના ધંધાર્થી યુવાને રામાનાથપરામાં રહેતા શખસ પાસે ધંધાની જરિયાત માટે .૧૫ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં.જેના બદલામાં .૩૬ લાખ ચૂકવી દીધા હોવાછતા વધુ .૮ લાખની માગણી કરી યુવાનના ઘર પાસે કાર લઇ ધસી આવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે આરોપી સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વ્યાજખોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, દુધસાગર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતા આબિદ ગુલામહત્પશેનભાઇ ચાવડા(ઉ.વ ૪૨) નામના યુવાને થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામનાથપરામાં રહેતા જાહીદ ઇકબાલભાઇ કાદરીનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે બાંધકામનો વ્યવસાય સાથે સંકળાયેલ છે. આજથી ત્રણ વર્ષ પૂર્વે ધંધામાં પૈસાની જરિયાત હોય તેમણે જાહીદ કાદરી પાસેથી .૧૫ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હતાં.જેમાં તે દર મહિને .૧.૫૦ લાખ વ્યાજ ચૂકવતો હતો.કોઇ વાર કામમાં રોકાયેલ હોય તો તેના મિત્ર મારફત વ્યાજની રકમ ચૂકવી દેતો હતો.આમ જાહિદને બે વર્ષ દરમિયાન વ્યાજ પેટે કુલ .૩૬ લાખ ચૂકવી દીધા છે. યુવાનને છેલ્લા ત્રણેક માસથી ધંધો બરોબર ચાલતો ન હોય વ્યાજની રકમ ચૂકવી શકયો ન હતો.
ગત તા. ૧૦૧૧૨૦૨૪ ના રાત્રીના યુવાન તેના મિત્રો યુસુફશાહ શાહમદાર અને રણજીત સરવૈયા સાથે ઘર પાસે ઓટલા પર બેઠા હતાં.દરમિયાન જાહિદ કાદરી અહીં કાર લઇને ધસી આવ્યો હતો.તેણે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા યુવાન કહ્યું હતુ કે મેં .૩૬ લાખ તો ચૂકવી દીધા છે છતા તમે હજુ કેમ મારી પૈસાની પઠાણી ઉઘરાણી કરો છો? હજુ મારે તમને કેટલા પિયા વ્યાજ આપવાનું તેમ કહેતા જાહીદે ઉશ્કેરાઇ ગાળો આપી કહ્યું હતું કે, હજુ તારે મને ૮ લાખ આપવાના છે તેમ કહી ગાળો બોલવા લાગતા યુવાના મિત્ર રણજીત સરવૈયા તેને કહ્યું હતું કે આજુબાજુમાં લોકો રહેતા હોય ખરાબ લાગે જે સાંભળી જાહીદ વધુ ઉશ્કેરાયો હતો અને યુવાનના મિત્રને પણ ગાળો ભાંડવા લાગ્યો હતો.આજુુબાજુ માણસો એકત્ર થતા જાહીદ અહીંથી નાસી ગયો હતો.
સમાજના આગેવાનો દ્રારા આ બાબતે સમાધાનના પ્રયાસો કર્યા હતાં.પણ જાહીદ કાદરીએ યુવાનને કહ્યું હતું કે, ૮ લાખ નહીં આપે નહીં તો જાનથી મારી નાખીશ જેથી યુવાને અંતે આ અંગે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.પી.રતન ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech