સોમવારથી થશે કાર્યરત: એસ્ટેટ વિભાગના ચાર કર્મચારી તથા પોલીસ વિભાગના ચાર કર્મચારી સવારે ૯.૦૦ થી રાત્રે ૯.૦૦ સુધી ફરજ બજાવશે
જામનગરના દરબારગઢ થી બર્ધન ચોક થઈને છેક માંડવી ટાવર સુધીના સંપૂર્ણ એરિયામાં રેકડી પથારાના દબાણો ને કાયમી માટે દૂર કરવા માટે મહાનગરપાલિકા નું તંત્ર અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને સમગ્ર રસ્તો ખુલ્લો રહે તેના માટે બર્ધન ચોક વિસ્તારમાં હંગામી પોલીસ ચોકી નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા ૧૦ ફૂટ બાય ૬ ફુટ ના માપ સાઈઝની હંગામી ચોકી ઉભી કરવામાં આવી રહી છે, જેનો નિર્માણ કાર્ય બે દિવસમાં પૂર્ણ થવાના આરે છે.
આગામી સોમવારે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના હસ્તે ખુલ્લી મુકવામાં આવશે, ત્યાર પછી તેમાં એસ્ટેટ વિભાગના સ્ટાફની સાથે પોલીસી વિભાગના કર્મચારીઓ ફરજમાં જોડાશે.
આ ચોકીમાં સવારે ૯.૦૦ વાગ્યાથી છેક રાત્રીના ૯.૦૦ વાગ્યા સુધી એસ્ટેટ શાખાના ૪ કર્મચારીઓ અને ૪ પોલીસ કર્મચારીઓ ફરજ પર ગોઠવાશે અને ઉપરોક્ત તમામ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દબાણ સર્જાય નહીં, તેની સંપૂર્ણપણે જવાબદારી નિભાવશે. જે અંગેનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી સહિતની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પોલીસ વિભાગ તરફથી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા નો સહયોગ મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech