જામનગર નજીક સસ્તામાં જમીનો પચાવી પાડવાનું કારસ્તાન

  • June 09, 2021 01:11 PM 

ફાઝલ જમીનના માલિકી અંગેના ખોટા દસ્તાવેજ બનાવી છેતરપિંડી કરી: ત્રણ શખસ સામે નોંધાતો ગુનો

જામનગરમાં ગત્ વર્ષોમાં યેનકેન પ્રકારેણ જમીનો હડપ કરવાના અનેક બનાવ પોલીસ મથકે પહોંચ્યા હતાં. દરમિયાનમાં ભૂમાફિયાઓ સામે કાયદો કડક બનાવવામાં આવ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુના દાખલ થયાં હતાં. ગઈકાલે વધુ એક જમીન હડપ કરવાનું પ્રકરણ પોલીસ દફતરે પહોંચ્યું છે, જેમાં કિંમતી જમીન સસ્તામાં હડપ કરી જવા માટે ફાઝલ જમીન માલિકીના બૉગસ દસ્તાવેજ બનાવીને છેતરપિંડી કયર્નિી જામનગર અને નાઘેડીના ત્રણ શખસો સામે ગુનો દાખલ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે, જેના આધારે પુરાવા એકત્ર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ ઉપલેટાના ભાયાવદર ગામના કારડિયાવાસ, ચોરા પાસે રહેતાં સંજય કરશનભાઈ ભૂત (ઉ.વ.54) દ્વારા ગઈકાલે પંચકોશી ‘એ’માં જામનગરના ગુલાબનગર, સત્યસાંઈ નગરમાં રહેતાં કિશોર ગજાનન મહેતા, ધુંવાવ ખારી વિસ્તારમાં રહેતો શરીફ ઓસમાણ ઉડેજા અને નાઘેડી ગામમાં રહેતાં મૂળ જામનગર, ધરારનગરના ગોગુભા ઉર્ફે ઘોઘુભા મનુભા જાડેજા ત્રણે’યની વિરુદ્ધ આઈપીસી કલમ 120 (બી), 406, 420, 465, 467, 468, 471 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોની માલિકીની ખેતીની બજાર ભાવે કિંમત ા.1.5 કરોડની કિંમતી જમીન સસ્તામાં પચાવી પાડવા માટે ગુનાહિત કાવતરું રચ્યું હતું. સંજયભાઈ તથા સાહેદોને વિશ્ર્વાસમાં લઈ જમીનની કિંમતથી સરકારમાં થયેલ ફાઝલ જમીન બતાવી આ ફાઝલ જમીનના માલિકી અંગેના ખોટા દસ્તાવેજો બનાવીને ઉત્તરોત્તર દસ્તાવેજોની ખોટી ફાઈલ તૈયાર કરી હતી.

આ બૉગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ફરિયાદી વૃદ્ધને ખોટો વેંચાણ કરાર કરી આપી વિશ્ર્વાસઘાત-છેતરપિંડી કરીને તમામ આરોપીઓએ આર્થિક લાભ મેળવવા સમાન ઈરાદો પાર પાડ્યો હતો. ફરિયાદના આધારે પંચકોશી ‘એ’ના પીએસઆઈ બી.એસ. વાળા તપાસ ચલાવી રહ્યાં છે.

વધુમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદીની ત્રણે’ય ભાઈની જામનગર નજીક ખીમરાણા ગામે બાર વીઘા જમીન આવેલી હતી, જેમાં ખેતી અને ફાર્મ હાઉસમાં પથરાયેલી હતી. 2019માં આ જમીન વેંચવા માટે તૈયારી દશર્વિી હતી. જેમાં ગુલાબનગરના કિશોર મહેતાનો સંપર્ક થયો હતો. જમીનનો સોદો થયો હતો, જેમાં 15 લાખ રોકડા આપવાના હતાં અને બાકીના પિયા ખીજડિયા તથા હાપા વિસ્તારમાં બિન ખેતીના પ્લોટના દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી.

એ પછી આરોપીએ ફરિયાદી અને સાહેદોને બોલાવી પ્લોટનો વેંચાણ ખર્ચ તૈયાર કરાવ્યો હતો અને સમયાંતરે આ પ્લોટ વેંચવાની કાર્યવાહી હાથ ધરતાં દસ્તાવેજની ખરાઈ કરતાં બૉગસ હોવાનું બહાર આવતાં આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આ વિગતોના આધારે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)