રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે 10:00 કલાકે ભારતીય જનતા પાર્ટીની સંકલન મીટીંગ મળ્યા બાદ 10:30 કલાકે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળશે જેમાં ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિતના સભ્યો બજેટ તેમજ વેરાવળતર યોજના સહિતની કુલ 11 દરખાસ્તોને બહાલી આપશે. એકંદરે મ્યુનિસિપલ કમિશનરે સૂચવેલો તમામ કરબોજ ફગાવી દઈને હળવું ફૂલ બજેટ રજૂ થાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. આગામી વર્ષમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી હોય કોઈપણ સંજોગોમાં ભાજપ્ના શાસકો કરબોજ લાગુ કરવા માટે સહમત નહીં થયા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ 150 કરોડનો કરબોજ ફગાવ્યા બાદ આવક જાવક ન પલ્લા સરભર કરવા માટે ખર્ચમાં મોટા પાયે કાપ મુકવા તેમજ કરકસર કરવા જોગવાઈ કરાઈ તેવા નિર્દેશ મળી રહ્યા છે. શહેરને પાંચ નવી મોટી યોજનાઓની ભેટ મળશે.વોર્ડ લેવલના અધિકારીઓની વાહન સુવિધા છીનવી લેવા ગંભીર વિચારણા ચાલી રહી છે. આવક વધારવા માટે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને અપાયેલો એફએસઆઇની આવકનો અને ઇમ્પેક્ટ ફીની આવકનો ટાર્ગેટ વધારાય તેવી પુરી શકયતા છે. દરમિયાન ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ તે પેટે રાજકોટને અપાતી ગ્રાન્ટ અન્ય મહાનગરો કરતા ખૂબ ઓછી હોય તેમાં વધારો માંગે તેવી શકયતા છે.
દરમિયાન આવતીકાલે સવારે 10-30 કલાકે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગના એજન્ડામાં કુલ 11 દરખાસ્તો સમાવિષ્ટ કરવામાં આવી છે જેમાં (1) ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-94 હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને 2021-22, 2022-23 અને 2023-24ના રજુ કરવાના થતો આવક-ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક કેકડા દસ્તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્ટ 1949ની કલમ-95 મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25 નું રિવાઈઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજુર કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.443 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (2) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.444 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (3) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે પાણી દર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.445 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (4) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.446 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત.(5) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.447 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (6) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે વાહન કર નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.448 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (7) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે થિએટર ટેક્ષ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.449 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (8) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.450 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત.(9) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.451 તા. 31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત.(10) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.452 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત. (11) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ફાયર ટેક્સ(કર) નિયંત કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પત્ર નં.453 તા.31/01/2025 લક્ષમાં લઇ નિર્ણય લેવા બાબત સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે.
લિક ન થાય તે માટે લોક
રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ રૂમમાં તૈયાર કરાયેલા બજેટને ભાજપ્ના શાસકોએ આખરી ઓપ આપ્યા બાદ કમિટિ રૂમમાં લોક કર્યું છે, તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમિટિ રૂમને કરાયેલું લોક દ્રશ્યમાન થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech