કોંગ્રેસે શમા મોહમ્મદના નિવેદનથી દુરી બનાવી છે. કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ અને પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે એક દિગ્ગજ ક્રિકેટર અંગે કેટલાક નિવેદનો આપ્યા હતા જે પાર્ટીના વલણ સાથે મેળ ખાતા નથી. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તે ટ્વીટ ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
પવન ખેરાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રમતગમતની દુનિયામાં ખેલાડીઓના યોગદાનને ખૂબ મહત્વ આપે છે અને એવી કોઈ પણ વાતોને સમર્થન આપતી નથી જે તેમની છબીને અસર કરી શકે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદ દ્વારા ક્રિકેટના દિગ્ગજ ખેલાડી પર કરવામાં આવેલી ટિપ્પણીઓ પાર્ટીના સત્તાવાર દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરતી નથી.
શમા મોહમ્મદના નિવેદન પર ભાજપના પ્રવક્તાઓએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, કૉંગ્રેસને શરમ આવવી જોઈએ! હવે તેઓ ભારતીય ક્રિકેટ કેપ્ટનની પાછળ પડી ગયા છે. શું તેઓ અપેક્ષા રાખે છે કે ભારતીય રાજકારણમાં નિષ્ફળ ગયા પછી રાહુલ ગાંધી હવે ક્રિકેટ રમશે?
ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પણ કોંગ્રેસને યોગ્ય જવાબ આપ્યો. તેમણે કહ્યું જેઓ રાહુલ ગાંધીની કેપ્ટનશીપમાં 90 ચૂંટણીઓ હારી ગયા છે તેઓ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેમની કેપ્ટનશીપમાં તેમને દિલ્હીમાં છ વખત હારનો સામનો કરવો પડ્યો છે. તમારી હારનો ખ્યાલ રાખો. તમારા કેપ્ટનનું ધ્યાન રાખો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech