આજે કર્ણાટકના બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. બેઠક પહેલા કાર્યકરોએ બેલગાવીમાં પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં ભારતનો ખોટો નકશો બતાવવામાં આવી રહ્યો છે. બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર ખોટા નકશાની તસવીર પોસ્ટ કરી છે. જેમાં અડધા કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. જેને લઈ ભાજપે કહ્યું કે, આ નવી મુસ્લિમ લીગ છે.
કોંગ્રેસ બીજી મુસ્લિમ લીગ- ભાજપ
અમિત માલવિયાએ કહ્યું કે, કોંગ્રેસના કાર્યક્રમમાં આવી ભૂલ થવી એ કોઈ નવી વાત નથી. આ તેમની તૃષ્ટીકરણની રાજનીતિનો એક ભાગ છે. જે માને છે કે ભારતીય મુસ્લિમો ભારત કરતાં પાકિસ્તાન પ્રત્યે વધુ વફાદાર છે. અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ બીજી મુસ્લિમ લીગ છે અને ભારતને ફરીથી તોડવા માગે છે.
આજથી કોંગ્રેસનું બે દિવસીય અધિવેશન
બેલગાવીમાં 26 ડિસેમ્બરથી કોંગ્રેસનું બે દિવસીય સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 1924માં આયોજિત કોંગ્રેસના 39માં અધિવેશનના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરવામાં આવ્યું છે. બેલગાવીમાં 26 અને 27 ડિસેમ્બર 1924ના રોજ કોંગ્રેસનું બે દિવસનું અધિવેશન યોજાયું હતું. આ પહેલું અને છેલ્લું સત્ર છે જેની અધ્યક્ષતા મહાત્મા ગાંધીએ કરી હતી. આ જ સંમેલનમાં તેઓ પાર્ટીના અધ્યક્ષ પણ ચૂંટાયા હતા.
શું છે કોંગ્રેસનું બેલગાવી અધિવેશન?
કર્ણાટકના બેલગાવી અધિવેશનના બેનરો પર છપાયેલા ભારતના નકશામાંથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનના વિસ્તારો ગાયબ છે. 1924માં મહાત્મા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળ્યાની 100મી વર્ષગાંઠના અવસર પર કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકના બેલગાવીમાં CWCની વિશેષ બેઠકનું આયોજન કર્યું છે.
બે અલગ અલગ કોંગ્રેસ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કોંગ્રેસના આ કાર્યક્રમ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "આ બે અલગ અલગ કોંગ્રેસ છે. આ એક જનવિરોધી, રાષ્ટ્રવિરોધી કોંગ્રેસ છે અને તે રાષ્ટ્રવાદી કોંગ્રેસ હતી. આ લોકોને ઉજવણી કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી, પરંતુ તેઓ ઉજવણી કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે, તેમના આગામી ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના હશે: સંજય રાઉત
March 31, 2025 01:44 PMટેકાના ભાવે ચણા અને રાયડાના રજિસ્ટ્રેશન રદ બાબતે કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ લખ્યો પત્ર
March 31, 2025 01:21 PMનિકાવામાં ઈદ ઉલ ફીત્રની શાનદાર ઉજવણી
March 31, 2025 01:16 PMરામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિ સમુહ ભોજનનું ભવ્ય આયોજન
March 31, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech