ગુજરાત વિધાનસભામાં આજે ગોંડલના બનાવના ઘેરા પત્યાઘાત પડ્યા છે. આજે કોંગ્રેસના અમિત ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ ૧૧૬ની નોટિસ આપીને આ મામલે ગૃહમાં ચર્ચા કરવામાં આવે તેવી માગણી કરી છે. આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવશે કે કેમ તેનો આખરી નિર્ણય વિધાનસભાના અધ્યક્ષના હાથમાં રહેશે. ગોંડલમાં યુવકના મોતને લઈ ગૃહમાં રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમાં ચર્ચા માટે માગ કરી છે, વિધાનસભામાં ૧૧૬ની નોટિસ આપી ચર્ચાની માગ કરી છે, ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલે મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આજે ગુજરાત વિધાનસભાના નિયમનો ભગં થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારોના કેમેરામેન કેમેરા લઈ ગેલેરી સુધી પહોંચી ગયા છે તો સામાન્ય રીતે કેમેરા ત્યાં સુધી લઈ જવાની મંજૂરી નથી તો પોલીસને આ બાબતની જાણ થતાની સાથે જ ગેલેરીમાં ગયેલા કેમેરામેનને પોલીસે બહાર કાઢ્યો હતો. આજે ગુજરાતી કલાકારો ગીતા રબારી, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવીએ પણ ગૃહમાં કામગીરી નિહાળી હતી.
છેલ્લા ૨ વર્ષમાં જીએસટી ચોરીના ૧૭૧૯૧ કિસ્સા બન્યા
ગુજરાતમાં જીએસટી ચોરીના અનેક કિસ્સા બન્યા હોવાની વાત સામે આવી છે, જેમા બે વર્ષમાં જીએસટી જીએસટી ચોરીના ૧૭૧૯૧ કિસ્સા બન્યા છે. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધીના આંકડા સામે આવ્યા છે. જેમાં ૨૦૪૩.૫૯ કરોડની જીએસટી ચોરી સામે આવી છે, ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ આપ્યો છે અને કહ્યું કે, જીએસટી ચોરીમાં ૧૫ વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે અને સંડોવાયેલા આરોપીના જીએસટી નંબર પણ રદ કરવામાં આવ્યા છે. કરચોરીની રકમ વસુલ કરવા માટે બેંકો મિલ્કત ટાંચ, વેરા શાખ બ્લોક કરવાની કાર્યવાહી કરી રહી છે.
પૂર્વ ધારાસભ્યનો હાથ: સાંસદ
ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતનો કેસ હવે રાષ્ટ્ર્રીય સ્તરે પડઘા પડ્યા છે. જેમાં રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું ટ્વીટ સામે આવ્યું છે. તેમાં યુવકની હત્યાના આરોપ સાથે તપાસની માગ કરી છે. રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે જણાવ્યું છે કે પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામ છે. હત્યાકાંડ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરો.
મૃતકની બહેનના ગંભીર આક્ષેપ સીબીઆઇ તપાસની માગણી
ગોંડલમાં રહેતો મૂળ રાજસ્થાની યુવાન રાજકુમાર રતનલાલ જાટ (ઉં.વ ૨૪) લાપત્તા થયા બાદ રાજકોટ પાસે તેની લાશ મળી હતી. યુવાનનું અકસ્માતથી મોત થયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. પરંતુ યુવાનના પરિવારજનો દ્વારા સતત એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે તેની સાથે મારકૂટ થયા બાદ પુત્રની લાશ મળી છે. ત્યારે પુત્રનું મોત શંકાસ્પદ હોવાનું અને તેની હત્યા થઈ હોવાની શંકા દર્શાવાઇ રહી છે. મૃતકના બહેને મીડિયા સમક્ષ ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગોંડલ પીઆઇ સાથે વાત કરી હતી ત્યારે તેમણે જયરાજસિંહ જાડેજાના બંગલાના સીસીટીવી જોયા હોવાનું જણાવ્યું હતું કે, સીસીટીવીમાં યુવકને માર મારતા દેખાય છે. આ સાથે એક તબક્કે યુવકના પરિવારજનોએ મૃતદેહ સાંભળવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં સીબીઆઇ તપાસની માંગણી પણ કરી હતી અંતે તેમણે મૃતદેહ સ્વીકારી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech