વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના નેતાઓ હાથકડી પહેરી આવ્યા, ‘ટ્રમ્પની ગુજરાતીઓ પર અત્યાચારની ભરમાર’ લખેલા બેનર પહેરી વિરોધ કર્યો

  • February 19, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે હાથકડી પહેરી સત્તા પક્ષ સામે દેખાવો કર્યો હતો. વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આક્રમક અંદાજમાં દેખાવો કર્યો હતો. ગુજરાતીઓને અમેરિકાથી હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા તેને લઈ કોંગ્રેસે રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસના નેતાઓઓએ ટ્રમ્પ અને ભારત સરકારના વિરોધના લખાણવાળા બેનરો પણ પહેર્યા હતા. જેમાં લખ્યું હતું કે, ટ્રમ્પની ગુજરાતીઓ પર અત્યાચારની ભરમાર કેમ છે ડબલ એન્જિન સરકાર, હાથકડી અને સાંકળમાં ગુજરાતની આબરૂ લજવાઇ. 


વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ આક્રમક જોવા મળી
ગુજરાતીઓને હાથકડી સાથે ડિપોર્ટ કરવાના મામેલ કોંગ્રેસ આક્રમક જોવા મળી હતી. આજે વિધાનસભાનું સત્ર શરૂ થયું તેના પહેલા કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો. રાજકોટ હોસ્પિટલના CCTV કાંડ, ભરતી કૌભાંડ સહિતના મુદે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ગૃહમાં ઘેરતા પહેલા કોંગ્રેસે દેખાવો કર્યો હતો. આ મામલે વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની જેમ ભારતીયોને બેડીઓ પહેરાવી અમાનવીય વર્તન સાથે ભારત પરત મોકલ્યા હતા. કોલંબિયાના પ્રમુખ તેમના દેશવાસીઓને સ્વમાન સાથે લાવ્યા હતા.


​​​​​​​આજથી વિધાનસભાનું સત્ર થયું શરૂ
આજથી બપોરે 12 વાગ્યે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. રાજ્યપાલના અભિભાષણ સાથે બજેટ સત્રનો આરંભ થયો છે. રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે. ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો હતો.. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, કડીના ધારાસભ્ય સ્વ. કરસન સોલંકી સહિત પૂર્વ ધારાસભ્યોને શ્રધાંજલિ અપાઈ હતી. ગાંધીનગર પોલીસ દ્વારા તૈયાર કરાયેલા બંદોબસ્ત પ્રમાણે 6 ડીવાયએસપી, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 સબ ઇન્સ્પેક્ટર તેમજ 660થી વધુ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application