ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસનું સંગઠન મજબુત બનાવાશે: ઇમરાન મસુદ

  • April 26, 2025 11:08 AM 

કોંગ્રેસના નેતા રાજીવ ગાંધીનું સંગઠન મજબુત કરવાનું સ્વપ્ન છે, દરેક બુથમાં કમાન્ડર મજબુત હોવો જોઇએ: ગુજરાતને મોડેલ તરીકે કહેવાય છે, પરંતુ વાસ્તવીકતા અલગ...


આગામી દિવસોમાં સંગઠન સુજન અભિયાન હેઠળ તમામ જિલ્લાઓમાં કોંગ્રેસનું સંગઠન મજબુત બનાવવામાં આવશે, દરેક બુથમાં જઇને કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે, ગુજરાતને મોડેલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, પરંતુ અત્યારે વાસ્તવીકતા શું છે તેની બધાને ખબર છે, અમે ભલે વર્ષોથી ગુજરાતમાં સતામાં નથી, પરંતુ અમારા નેતા રાહુલ ગાંધીનું સપનું છે કે, કોંગ્રેસનું સંગઠન તમામ સ્તરે મજબુત બનાવવું છે અને જનહીતના મુદે કોંગ્રેસના કાર્યકરો લડશે તેમ ગઇકાલે શહારંગપુરના સાંસદ અને એઆઇસીસીના ઓર્બ્ઝવર ઇમરાન મસુદે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સુજન અભિયાન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે અને એઆઇસીસી તરફથી તમામ રાજયોમાં આ માટે ઓર્બ્ઝવર મુકવામાં આવ્યા છે, બુથ ઉપરનો કાર્યકર વધુને વધુ મજબુત બને અને ખાસ કરીને તેનો કમાન્ડર મજબુત બને એવી અમારી ઇચ્છા છે, નાના-મોટા કામમાં કાર્યકરોની ભાગીદારી પણ રહેવી જોઇએ. કોઇપણ નિર્ણય અઘ્યક્ષની મંજુરી વીના ન લેવાય તે પણ જોવું જોઇએ. 

ગુજરાત મોડેલ વિશે તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, દરેક જગ્યાએ ગુજરાતને મોડેલ તરીકે બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવીકતા શું છે તેની બધાને ખબર છે. બધા જિલ્લાઓમાં સ્ટેટ આઇસીસીના ઓર્બ્ઝવરે પોતાનું કામ શ‚ કરી દીધું છે, અમે ભલે વર્ષોથી સતામાં નથી, પરંતુ અમારો પ્રયાસ જનહીતના મુદાને લઇને લડવાનો છે. એ માટે અમારો કમાન્ડર મજબુત હોવો જોઇએ. આજે રાજનિતીન અસ્થિરતાનો માહોલ છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કાર્યકરોને મજબુત કરવા માર્ગદર્શન અપાઇ રહ્યું છે, ગુજરાતમાં જ એઆઇસીસીનું સંમેલન યોજાયું હતું તેમાં નકકી થયું હતું કે, સૌ પ્રથમ બુથ પર મજબુત સંગઠન ઉભુ કરીએ.
આગામી દિવસોમાં ગુજરાતના કોંગ્રેસના સંગઠનમાં કેવા ફેરફાર આવશે ? તેવા પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમો મંથન કરીએ છીએ અને સંગઠનને મજબુત બનાવવા પ્રયાસો કરી રહ્યા છીએ, અમે અમારો રિપોર્ટ રજૂ કરીશું ત્યારબાદ સંગઠનમાં જયાં-જયાં ફેરફાર લાગશે ત્યારે કરીશું, આ પત્રકાર પરીષદમાં ગુજરાત પ્રદેશ માઇનોરીટીના ચેરમેન વજીરખાન પઠાણ, પ્રદિપભાઇ ત્રિવેદી, ભરતભાઇ બુધેલીયા, હસમુખભાઇ દેસાઇ, પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીગુભા જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયા, પ્રદેશ અગ્રણી ભીખુભાઇ વારોતરીયા, બિપેન્દ્રસિંહ જાડેજા, જે.પી.મારવીયા, જીવણભાઇ કુંભરવડીયા, સહારા મકવાણા, અલ્તાફ ખફી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application