કોંગ્રેસની ૩૦૦ કિલોમીટરની ન્યાય યાત્રાનો આજે મોરબીથી પ્રારભં થયો છે. દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજાઈ હતી જેમાં અમિત ચાવડા, ઋત્વીક મકવાણા, જિજ્ઞેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને પીડિત પરિવારોને લઈ ગાંધીનગર તરફ પ્રયાણ કયુ હતું. કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતના પાંચ જિલ્લ ાઓમાંથી પસાર થઈ ૨૩મીએ ગાંધીનગર પહોંચશે. જેમાં આજે મોરબીથી પ્રસ્થાન થયું છે જે રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈ ૩૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડશે.
આ યાત્રામાં મોરબી ઝૂલતા પુલ હોનારત, રાજકોટ ટીઆરપી કાંડ, હરણી બોટકાંડ સહિતની દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાના હેતુથી આ યાત્રા યોજાઈ રહી છે આ યાત્રામાં ભાગ લેવા માટે લોકસભાના વિપક્ષી નેતા રાહત્પલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જોકે તેઓ જોડાશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. યાત્રા દરમિયાન કોંગ્રેસ દ્રારા એક પાપનો ઘડો પણ રખાયો છે જેમાં સરકાર સામેની ફરિયાદો પ્રજાજનો નાંખશે. આજે મોરબીથી યાત્રા શરૂ થઈ હતી જે ટંકારા થઈ રાજકોટ પહોંચશે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન ખાતે સંવેદનાસભા થશે. ૧૨ ઓગસ્ટે રાજકોટમાં આ ન્યાય યાત્રા ફરશે ત્યારબાદ ૧૩ ઓગસ્ટે ન્યાય યાત્રા ચોટીલા, ડોળીયા, મુળી થઈ ૧૬ ઓગસ્ટે સુરેન્દ્રનગર પહોંચશે યારે ૧૭ ઓગસ્ટે લખતર, વિરમગામ થઈ ૨૨ ઓગસ્ટે સાણદં થઈ અમદાવાદના ચાંદખેડા પહોંચશે. યારે ૨૩ ઓગસ્ટે આ યાત્રા ગાંધીનગર પહોંચશે અને ત્યાં જાહેર સભા યોજાશે.
આજે મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમીત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પ્રગતિ આહિર, અમીબેન વગેરે આગેવાનોએ ક્રાંતિ સભા ગજાવી હતી. જેમાં કોંગ્રેસી નેતાઓેએ ન્યાય યાત્રામાં પીડીત પરિવારોને ન્યાય મળે અને આરોપીઓને સજા મળે તેમજ પૂરું વળતર મળે તેવી આશા સાથે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ન્યાય યાત્રામાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર્ર, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, તામિલનાડુ, હરિયાણા, છત્તીસગઢથી પણ ૨૫૦થી વધુ લોકો જોડાયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech