કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ

  • April 21, 2021 01:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ગઈ કાલે કોરોના લાગુ પડ્યાબાદ આજે કોંગ્રેસના વધુ એક નેતા રાહુલ ગાંધી કોરોના પોઝિટિવ થયા છે. આજે બપોરે રાહુલગાંધીએ ટ્વિટ કરીને પોતાને હળવા લક્ષણો સાથે કોરોના થયો હોવાનું  જાહેર કર્યુ છે. રાહુલ ગાંધી હાલમાં પોતાનાજ નિવાસ સ્થાને આઇસોલેશનમાં રહેવાના છે.

 

 

રાહુલ ગાંધીએ છેલ્લા દિવસો દરમિયાન તેમના સંપર્કમાં આવેલા લોકોને કોવિડની ગાઈડલાઈન અનુસાર સાવચેતીના પગલા લેવા પણ વિનંતી કરી છે. અત્રે ઉલ્લેખા કરવો જરૂરી છે કે તાજેતરમાં જ રાહુલગાંધીએ કોરોના મહામારીના કારણે બંગાળમાં હવે પછીની કોઈ જાહેરસભા કે અન્ય જાહેર કાર્યક્રમો નહીં કરવાની જાહેરાત કરી હતી. બંગાળમાં ચૂંટણી સભાઓના લીધે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને તાજેતરમાં કોંગ્રેસના એક ઉમેદવારનું કોરોનાથી મૃત્યુ પણ થયું છે. આ પૂર્વે આસામની એક ચૂટણી સભા દરમિયાન પ્રિયંકા ગાંધીએ પણ તેમના પતિ રોબર્ટ વાડ્રા  કોરોનાથી સંક્રમિતહોવાનું જાહેર કર્યું હતું અને તેમનો આખો પરિવાર હોમઆઈસોલેશનમાં રહ્યો હતો.   
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS