રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મુસાફરોને પડતી દુવિધાને લઈને કોંગ્રેસ મેદાને, ત્રિકોણ બાગ ખાતે વિરોધ

  • September 18, 2023 01:21 PM 

રાજકોટથી 30 કિલોમીટર દૂર આવેલા હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન ગત તારીખ 27ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પહેલા ડોમેસ્ટિક એરપોર્ટ રાજકોટ સીટીમાં સંપૂર્ણ સુવિધા સાથે કાર્યરત હતું. નવા બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર જ્યારે કાર્યરત થયું ત્યારે આ એરપોર્ટનેની હવાઈ સુવિધાઓ બંધ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, આ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હાલ માત્ર ડોમેસ્ટિક હવાઈ સુવિધાઓ જ કાર્યરત છે. ઇન્ટરનેશનલ હવાઈ સુવિધાઓ ચાલુ થવાને હજુ ઘણો સમય લાગે એમ છે. ત્યારે આ એરપોર્ટમાં સામાન્ય જે સુવિધાઓ કહેવાય જેમકે પાણી, શૌચાલય ,સફાઈ સેવાઓ વગેરે જે કહેવાતા ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર નજરે જોવા મળતી નથી. જેના કારણે લાખો મુસાફરો ને હાલાકીનો સામનો કરવો પડે છે. કેટલાક મુસાફરો દ્વારા સોશિયલ મીડિયા જેવા માધ્યમોમાં પોતાની હૈયાવરાળ કાઢવામાં આવી હતી અને ઘોર નિંદ્રામાં સુતેલી ભાજપની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યારે આજે રાજકોટ યુવક કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, જો આ હિરાસર એરપોર્ટની અંદર ઇન્ટરનેશનલ હવાઈ સુવિધાઓ ચાલુ જ નથી થઈ તો શું કરવા ઓપનિંગ કરવામાં આવ્યું ? એ ખૂબ મોટો પ્રશ્ન છે. સર્વસામાન્ય સુવિધાઓ ઉભી પણ નથી થઈ અને આ એરપોર્ટને વાહવાહી મેળવવા ચાલુ કરી દેવામાં આવ્યું હતું.


જાણવા મળતી માહિતી પ્રમાણે આ એરપોર્ટને હજી ચાલુ થવામાં લગભગ 8 મહિના જેટલો સમય લાગી શકે એમ છે તેમ છતાં પણ આ એરપોર્ટને માત્રને માત્ર પ્રજાને લોભાવા માટે વહેલી તકે ચાલુ કરી દેવામાં આવ્યું છે જે ખૂબ ગંભીર વાત છે અને મોટો પ્રશ્ન છે. ત્યાં મુખ્ય રોડ કહી શકાય એવો રાજકોટ- અમદાવાદ પણ હજી મૃત હાલત માં છે. ઈન્ટરનશનલ હવાઈ મથકમાં જે સિક્યુરિટી હોવી જોયે તેનો પણ અભાવ છે આ અભાવને કારણે ત્યાં કોઇ આતંકવાદી કે બિનજરૂરી પ્રવુતિઓ પણ સજાઈ શકે એવું નજરે ચડી અવે છે જે દેશ માટે ખૂબ મોટી ગંભીર બાબત છે

રાજકોટ યુવક કોંગ્રેસ દ્વારા એવી માંગ કરવામાં આવે છે કે, જો આ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને ચાલુ થવામાં 7-8 કે 10 મહિના જેટલો સમય લાગવાનો હોય અને સામાન્ય સુવિધાઓ પણ ત્યાં ઉપલબ્ધ ન હોય અને ત્યાં મોટા પાયે બાંધકામો ચાલી રહેલા હોય તો ત્યાં કોઈ મોટી દુર્ઘટનાઓ ન બને અને મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે માટે સરકાર અને એરપોર્ટ ઓથોરિટી કોઈ યોગ્ય કાર્યવાહી યુદ્ધના ધોરણે કરવામાં આવે અને આ એરપોર્ટમાં સર્વસામાન્ય સુવિધાઓ સિક્યુરિટી અને ઇન્ટરનેશનલ હવાઈ સુવિધાઓ ચાલુ થવામાં હજી ઘણો સમય લાગવાનો હોય તો આ એરપોર્ટને થોડો ટાઈમ માટે બંધ કરી દે અને જે આપણું જૂનું સિટીની અંદર એરપોર્ટ આવેલું છે તે એરપોર્ટ ચાલુ રાખવામાં આવે અને મુસાફરોને પડતી હાલાકીમાંથી છુટકારો આપવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application