કર્ણાટકમાં ૧૦ વર્ષ પહેલા ભાજપના કાર્યકરની હત્યા કરનારા કોંગ્રેસના ધારાસભ્યને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી છે. ભાજપ કાર્યકર યોગેશ ગૌડાની હત્યાના આરોપમાં એક ખાસ કોર્ટે કોંગ્રેસ ધારાસભ્ય વિનય કુલકર્ણી સહિત ૧૬ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. તેમના પર હત્યા અને કાવતરાના ગંભીર ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને ૩૦,૦૦૦ પિયાનો દડં પણ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આખો કેસ ૨૦૧૬નો છે, યારે ભાજપ નેતા અને ધારવાડ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ સભ્ય યોગેશ ગૌડાની જીમમાં જ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતા આ કેસમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. તે રાજકીય હિંસા માટે જવાબદારી પર ભાર મૂકે છે.ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટ્ટે આરોપીઓને હત્યાના કાવતરાના દોષિત ઠેરવ્યા. કોર્ટે તેમને અનેક કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આરોપીઓને ગેરકાયદેસર સભા, રમખાણો અને હત્યા સંબંધિત અનેક કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.