સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના ૧૦ વર્ષના શાસન સામે શ્વેત પત્ર લાવવા જઈ રહી છે. જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના ૧૦ વર્ષના શાસન સામે બ્લેક પેપર લાવવાની તૈયારી કરી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના ૧૦ વર્ષના શાસન પર કોંગ્રેસનું બ્લેક પેપર હશે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ બ્લેક પેપર રજૂ કરી શકે છે.
કેન્દ્ર સરકારે ૧ ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે ભાજપના ૧૦ વર્ષના આર્થિક પ્રદર્શનની તુલનામાં શ્વેત પત્ર લાવશે. સંસદમાં હોબાળો થવાની શકયતા. આજે ફરી સંસદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હત્પમલા અને વળતા હત્પમલાની રાજનીતિ જોવા મળી શકે છે. જેના કારણે સંસદમાં ફરી હંગામો થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે સંસદમાં વચગાળાનું બજેટ ૨૦૨૪–૨૫ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ૨૦૧૪માં સત્તા સંભાળનાર મોદી સરકારે તે વર્ષેાના સંકટને પાર કરી લીધું છે, તેમણે કહ્યું કે હવે અર્થવ્યવસ્થા મજબૂત રીતે ઝડપી વિકાસના માર્ગ પર છે. તેમણે જાહેરાત કરી હતી કે સરકાર ગૃહમાં શ્વેતપત્ર રજૂ કરશે, તે બતાવશે કે આપણે ૨૦૧૪ સુધી કયાં હતા અને હવે કયાં છીએ, જેનો એકમાત્ર હેતુ તે વર્ષેાની ગેરવહીવટ બતાવવાનો છે.
આ શ્વેતપત્ર યુપીએ સરકારની આર્થિક નિષ્ફળતાઓ પર હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ શ્વેતપત્ર સંસદમાં રજૂ કરશે. જેમાં ૨૦૧૪ પહેલાની યુપીએ સરકાર અને ત્યારબાદ એનડીએ સરકારની નીતિઓનો અભ્યાસ રજૂ કરવામાં આવશે. જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી બ્લેક પેપર લાવવાની તૈયારી કરી રહી છે. યુપીએ સરકારના ૧૦ વર્ષ સામે કેન્દ્ર સરકાર દ્રારા લાવવામાં આવેલા શ્વેતપત્રના જવાબમાં કોંગ્રેસ મોદી સરકારના ૧૦ વર્ષ પર બ્લેક પેપર લાવશે. આ બ્લેક પેપર રાયસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લાવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMઅરવિંદ કેજરીવાલનો મોટો દાવો ભાજપ પ્રવેશ વર્માને પોતાનો સીએમ જાહેર કરશે
December 25, 2024 05:27 PMઉતરાખંડમાં મોટો અકસ્માત, ભીમતાલમાં બસ ઊંડી ખાઈમાં પડી, ૩ના મોત, અનેક ઘાયલ
December 25, 2024 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech