લોકસભાની બેઠક પર ૧૪ વર્ષ બાદ આહિરની સામે પાટીદાર વચ્ચે થશે મુકાબલો: સતાવાર જાહેરાતની તૈયારી: હેટ્રીક નોંધાવનારા ભાજપના પૂનમબેન માડમ સાથે થશે ચૂંટણી જંગ: જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા ૪૩ વર્ષના ઍડવોકેટ જે.પી. મારવીયા કાલાવડ પંથક માટે જાણીતું નામ
જામનગરની લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે જે.પી. મારવીયા (જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયા)નું નામ નક્કી કરવામાં આવ્યું હોવાનું સૂમાહીતગાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. સતાવાર યાદી ગમે તે ઘડીએ આવશે.
કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો એવા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે, ૪૩ વર્ષની ઉંમરના પાટીદાર ચહેરાને કોંગ્રેસે ઊતાર્યો છે અને ૧૪ વર્ષ બાદ જામનગરની લોકસભા ચૂંટણીમાં આહિર સમાજના ઉમેદવાર સામે પાટીદાર સમાજના ઉમેદવારનો મુકાબલો થશે. પાછલી બન્ને ચૂંટણીમાં એટલે કે ર૦૦૯ અને ર૦૧૪માં ભાજપના આહિરની સામે કોંગીના આહિર ચૂંટણી લડ્યા હતાં.
ભાજપ દ્વારા જામનગરની બેઠક પર પૂનમબેન માડમનું નામ જાહેર કરવામાં આવ્યા પછીથી કોંગીના ચહેરાને લઈને ઈન્તેજાર હતો, જે.પી. મારવીયા ઉપરાંત બીજા બે-ત્રણ નામ પણ ચર્ચામાં હતાં પરંતુ આખરે કેન્દ્ર અને ગુજરાતના કોંગી હાઈકમાન્ડ તરફથી પસંદગી જાહેર કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
જિલ્લા પંચાયતની નિકાવા સીટ પરથી વિજેતા થઈને વિપક્ષી નેતા બનેલા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે, રાજકોટ ખાતે એમની ઑફિસ છે, રર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે, કાલાવડ તાલુકા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હોવાથી સંગઠ્ઠનની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. આ ઉપરાંત કાલાવડ એપીએમસીમાં ડાયરેક્ટર અને નિકાવા સેવા સહકારી મંડળીના સદસ્ય છે, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન ગણાય છે.
જામનગરની બેઠક પર ર૦૦૯ અને ર૦૧૪માં ભાજપના પૂનમબેન માડમની સામે બન્ને વખત કોંગ્રેસના આહિર ઉમેદવાર પરાજિત થઈ ચૂક્યા હોવાથી આ વખતે કોંગ્રેસ જ્ઞાતિના ગણિતના આધારે પોતાનું પત્તુ ઊતરશે એવી જે પ્રબળ શક્યતાઓ હતી તે સાચી ઠરતી દેખાય છે અને પાટીદાર સમર્પિત ૧ર-જામનગર લોકસભાની બેઠક પર પાટીદાર ચહેરાને કોંગ્રેસે નક્કી કર્યા છે.
હેટ્રીક નોંધાવનારા ભાજપના પૂનમબેન માડમ હાલાર માટે મોટું નામ ધરાવે છે, અનુભવ પણ એમની પાસે બહોળો છે, એવા સંજોગોમાં નવા ચહેરા એવા જે.પી. મારવીયા એમની સામે કેવો દેખાવ કરે છે? એ આવનારા સમયમાં સ્પષ્ટ થશે.
અંતરંગ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે, કોંગ્રેસની હાઈકમાન્ડ બે નામ વચ્ચે અટવાયેલી હતી. જો કે, જામનગર કોંગ્રેસના એક માત્ર આધારસ્તંભ એવા પૂર્વ સાંસદ વિક્રમ માડમ દ્વારા જે.પી. મારવીયાને ઉમેદવાર બનાવવા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું અને આ નામ સિવાયના બીજા નામ માટે એમણે સહમતી દર્શાવી નહોતી, કદાચ આ બાબત પણ જે.પી. મારવીયાની પસંદગી માટે ક્યાંકને કયાંક કારણભૂત માનવામાં આવે છે.
ગુજરાતમાં કોંગ્રેસ અને કેજરીવાલની આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે, પાછલી વિધાનસભાની ચૂંટણીમાં હાલારની સાત બેઠકમાંથી કોંગ્રેસને એક પણ મળી નથી, પરંતુ ‘આપ’ પાસે જામજોધપુરની બેઠક છે. ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જે મત મેળવ્યા હતાં તે પણ ચોંકાવનારા હતા. ખંભાળિયાની બેઠક પર તો ઈશુદાન ગઢવી મત મેળવવામાં બીજા નંબરે રહ્યાં હતાં.
આ ગઠબંધનના કારણે જો ખરેખર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીનો મુકાબલો કરશે તો ચૂંટણી જંગમાં થોડોઘણો ઉત્તેજનાનો રંગ પૂરાઈ શકે છે, અન્યથા વર્તમાન સંજોગો પ્રમાણે ભાજપને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે.
****
કાકાના હાથમાં કોંગીની કમાન: ઇલેકશનના ઇન્ચાર્જ: કોંગ્રેસ તરફથી તમામ રણનીતિઓ ઘડશે અનુભવી વિક્રમ માડમ
જામનગર લોકસભાની બેઠક પર ભાજપના અનુભવી પૂનમબેન માડમ અને કોંગીના નવા ચહેરા જે.પી. મારવીયા વચ્ચે ચૂંટણીનો મુકાબલો સુનિશ્ર્ચિત બન્યો છે ત્યારે આધારભૂત વર્તુળોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાઇકમાન્ડ દ્વારા જામનગર જિલ્લાની ચૂંટણીની કમાન કોંગીના સૌથી અનુભવી એવા વિક્રમભાઇ માડમને સોંપવામાં આવી છે અને કાકાને ઇલેકશનના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
ભાણવડમાં જે તે સમયે ચૂંટણી જીતીને જાયન્ટ કીલર બન્યા બાદ વિક્રમ માડમે બે વખત ભાજપને લોકસભાની ચૂંટણીમાં પરાજય આપ્યો હતો અને અંતે એમના જ ભત્રીજી સામે તેઓ પરાજીત થતાં હેટ્રીક નોંધાવી શક્યા ન હતા, જો કે હાલ બચેલા કોંગ્રેસના સિનીયર નેતાઓમાં માત્ર જામનગર જ નહીં, ગુજરાત કક્ષાએ વિક્રમ માડમ કદાચ હવે સૌથી વધુ અનુભવી કહી શકાય, ત્યારે જામનગર જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ એમને બનાવવામાં આવ્યા છે અને હવે એમની રણનીતિ મુજબ કોંગી દ્વારા ચૂંટણી જંગ ખેલવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech