લોકોના લોહી ચુસતી રાક્ષસી મોંઘવારી સામે જામનગરમાં કોંગીની લડત અવીરત

  • July 10, 2021 01:27 PM 

આજે સતત ચોથા દિવસે કરાયા દેખાવો : જનચેતના જાગૃતી લાવવા લોકસંપર્ક : પટેલ સમાજ શાક માર્કેટ પાસે ખડતાલ અને મંજીરા વગાડી વિરોધ દશર્વિી મોંઘવારી સામે કરાયા સુત્રોચાર

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે સતત ચોથા દિવસે લોકોના લોહી ચુસતી મોંઘવારી સામે જબ્બર લડત ચલાવવામાં આવી હતી, પટેલ સમાજ શાક માર્કેટ પાસે કોંગ્રેસના કાર્યકરોએ ખડતલ અને મંજીરા વગાડીને મોંઘવારી સામે જબ્બર વિરોધ નોંધાવ્યો હતો, પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલ અને અન્ય જીવન જરીયાતની અનેક ચિજવસ્તુઓના ભાવ બેકાબુ બની જતા કોંગ્રેસે આજે ફરીથી દેખાવો કયર્િ હતા અને સુત્રોચાર કરીને આ વિસ્તારને ગજાવી મુકયો હતો.

આજે બપોરે પટેલ સમાજ શાક માર્કેટ પાસે શહેર કોંગી પ્રમુખ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજાની આગેવાની હેઠળ કાર્યકરોએ ધુન બોલાવીને ખડતાલ અને મંજીરા વગાડયા હતા, મોંઘવારી સામે કોંગ્રેસ છેલ્લા ચાર દિવસથી જેહાદ જગાવી રહી છે અને એક અઠવાડીયા સુધી તમામ વોર્ડમાં શહેરી નાટક સહિતના અનેક કાર્યક્રમો યોજી રહી છે. ગઇકાલે પણ પ્રધાનમંત્રીનો વેષ ધારણ કરનાર પર ટમેટાનો મારો ચલાવવામાં આવ્યો હતો, મોંઘવારીનો માર પ્રજા બેહાલ,  અબ કહાં સો ગઇ મોદી સરકાર, મોંઘો ગેસ મોંઘુ તેલ બંધ કરો લુંટના ખેલ જેવા સુત્રોચાર કરાયા હતા. વોર્ડ નં. 7 અને 8માં યોજાયેલા આ કાર્યક્રમ બાદ સરકારને જગાડવા જનચેતના રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું, અને સુત્રોચ્ચાર કયર્િ હતા.

આ કાર્યક્રમમાં કોર્પોરેટર જેનબ ખફી, રચના નંદાણીયા, આનંદ રાઠોડ, ધવલ નંદા, કાસમ જોખીયા, નુરમામદ પલેજા, નર્મદાબેન, સાજીદ બ્લોચ, પાર્થ પટેલ, સંજય કામરીયા, રામદેવભાઇ, ધનાભાઇ, સામતભાઇ, નરેન્દ્રસિંહ, કેવલભાઇ, સહિતના કાર્યકરો હાજર રહયા હતા, કાર્યકરોએ રાંધણ ગેસના એપ્રોન લગાડી જબ્બર વિરોધ નોંધાવ્યો હતો, ગરીબ અને મઘ્યમ વર્ગ માટે પડકાર બનેલી મોંઘવારી લોકો માટે હવે માથાનો દુ:ખાવો બની ગઇ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા દરરોજ વિરોધના નવતર પ્રયોગ કરવામાં આવે છે.
છેલ્લા ચાર દિવસથી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવે છે, અલગ અલગ વોર્ડમાં મોંઘવારી અંગેના શહેરી નાટક ભજવાય છે તેમાં વિવિધ પાત્રો દ્વારા મોંઘવારીના રાક્ષસને મારવામાં આવે છે, કયાંક ટમેટા ફેંકવામાં આવે છે તો કયાંક રાક્ષસ ઉપર બાણ ચલાવવામાં આવે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે અને જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા દિવસે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, લોકોનો સંપર્ક કરીને જનચેતના જગાવવા પણ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS