દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે વર્ગીકરણ બેઠકનું સંપન્ન

  • June 03, 2021 10:03 AM 

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કોવિડ-19 અન્વયે ગુગલ મીટના માધ્યમ થકી કોરોના વિશે વર્ગીકરણ તેમજ ભવિષ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સર્જાતી પરિસ્થિતિના અગમચેતી પગલાના ભાગરૂપે ઓનલાઈન મીટીંગ યોજવામાં આવી હતી.

આ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, તમામ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર તેમજ તમામ ચીફ ઓફિસર સાથે ઓનલાઈન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા કલેક્ટર ડો. મીનાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ અંગે વિશેષ વર્ગીકરણ કરતા જિલ્લામાં સંક્રમિત નાગરિકોને તાત્કાલિક જરૂરી આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટેની ઓક્સિજન, દવાઓ અને બેડની સુવિધા, ધન્વંતરી રથ તેમજ રસીકરણ માટેનો કાર્યક્રમ તેમજ તેની વર્તમાન પરિસ્થિતિ, રસીકરણ અંગે યોજવામાં આવતા સ્પેશ્યલ કેમ્પ અને રસીકરણ કેન્દ્રો તથા તે અંગે તંત્ર દ્વારા લેવામાં આવતી વિવિધ કામગીરીનો ચિતાર મેળવ્યો હતો.

વધુમાં જિલ્લામાં રસીકરણને વધુને વધુ ઝડપી બનાવી તમામ લોકોને રસી મળી રહે અને જિલ્લાના નાગરિકો ફરજીયાત પણે રસીનો પ્રથમ અને બીજો ડોઝ મેળવે તેવી રીતે કામગીરી કરવા માટે જણાવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેવાડાના નાગરિક સુધી પહોંચી રસીકરણના આ કાર્યક્રમને સફળ બનાવે એ પ્રકારે કામગીરી કરવા અને લોકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે અને લોકોનું આરોગ્ય સારુ જળવાઈ રહે તે પ્રમાણે જરૂરી પગલા લેવા માટે અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું.

આ સાથે જિલ્લામાં ચાલી રહેલા ઓક્સિજન પ્લાન્ટ અંગેની કામગીરી, આઈસોલેશન વોર્ડ સહિત વિવિધ કામગીરીને ઝડપી બનાવી ટુંકાગાળામાં પૂર્ણ કરવા અંગે પણ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS