ખંભાળિયામાં જિલ્લા ભાજપ દ્વારા કોરોના દર્દીઓના સગા માટે ચલાવાતા વિશ્રામ ગૃહની પૂર્ણાહુતિ

  • June 23, 2021 11:42 AM 

     ખંભાળિયા તથા દ્વારકા જિલ્લા સહિત સર્વત્ર કોરાનાની તાજેતરમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ ખીમભાઈ જોગલ માર્ગદર્શન હેઠળ સરકારી તેમજ તમામ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગા સંબંધીઓને ખંભાળિયામાં નિઃશુલ્ક  રહેવા તથા જમવાની વ્યવસ્થા (વિશ્રામ ગૃહ) અત્રે પોરબંદર રોડ ઉપર આવેલી વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ અને મહાનુભાવોના હસ્તે તા. 26 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું.

     આ સેવા કેન્દ્રની વ્યવસ્થાન ઈન્ચાર્જ તરીકે ઈન્દ્રજીતસિંહ પરમાર અને હસમુખભાઈ ધોળકિયાએ સતત 50 દિવસ ઉપસ્થિત રહી, સુંદર વ્યવસ્થા સંભાળી હતી. આ ઉપરાંત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા પોતાના સમાજની વાડી સેવા માટે નિઃશુલ્ક આપી હતી. આટલું જ નહીં, આ માટે થયેલો લાઈટ બિલ સહિતનો વિવિધ ખર્ચ પણ વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ રતિલાલ નડિયાપરા, રમેશભાઈ વાડોલીયા, હસમુખભાઈ વાડોલીયા, આગેવાન ધીરજલાલ ટાકોદરાએ ખર્ચ ઉઠાવ્યો હતો.

    અહીં ગાદલાના તમામ સેટની  નિઃશુલ્ક સેવા સોરઠીયા પ્રજાપતિ સમાજ પ્રમુખ જીવણભાઈ ઘેડિયાએ સેવા આપી હતી. જમવા નાસ્તા વિગેરે માટે ડીસ્પોઝેબલ વિવિધ વસ્તુઓનો સંપૂર્ણ ખર્ચ ઇન્ચાર્જ ઈન્દ્રજીતસિંહ પરમાર અને હસમુખભાઈ ધોળકિયાએ ઉઠાવ્યો હતો.

     કોરોનાના કેસો સાથે દર્દીઓની સંખ્યા હવે નહીવત થઇ જતા આ સેવા કાર્ય તાજેતરમાં પૂર્ણ થયું હતું. આ 50 દિવસના સેવાકાર્ય માટે સહયોગ આપનાર તમામ દાતાઓ અને કાર્યકરોનો જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ અને જિલ્લા ભાજપ ટીમએ આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)