ખંભાળિયામાં "સેવા હી સંગઠન" કાર્યક્રમની પૂર્ણાહુતિ

  • July 07, 2021 09:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સૂચના અનુસાર તારીખ 26 જૂનથી 6 જુલાઈ સુધી યોજવામાં આવેલા "સેવા હી સંગઠન" કાર્યક્રમ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા મહાનુભાવો વિભૂતિઓની પ્રતિમાઓ અને તેની આસપાસ સફાઈનો કાર્યક્રમ આગેવાનોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ મકવાણા જિલ્લા, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી કાનાભાઈ વિંઝુડા, ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી અશોકભાઈ, પૂર્વ જિલ્લા અનુ. જાતિ મોરચાના પ્રમુખ હરેશભાઈ ડગરા, રાવલ શહેર અનુ જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઈ મકવાણા, ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય શંકરભાઈ મહાદેવ, શહેર અ.જા.ના મહામંત્રી લખુભાઇ ચાવડા, પૂર્વ જિલ્લા અ.જા. મોરચા મંત્રી રાહુલભાઈ બેરડીયા, શહેર ઉપપ્રમુખ ખેતાભાઇ તેમજ કાર્યકર મિત્રો હરીશભાઈ બાબુભાઈ ચાવડા, ઇલેશભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનો- કાર્યકરોએ ઉપસ્થિત રહી, આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS