ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા ત્રીવિધ સેવા કાર્ય સંપન્ન

  • June 23, 2021 11:41 AM 

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા તાજેતરમાં અનેકવિધ સેવા પ્રવૃત્તિ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

   આ અંતર્ગત અમદાવાદની જાણીતી સેવા સંસ્થા પહેલ ચેરીટેબલ ટ્રસ્ટ (હસ્તે સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી) ના આર્થિક સહયોગથી  સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે રક્તદાન કેમ્પ તથા જરૂરીયાતમંદ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓની કીટ વિતરણ સાથે અપંગને ટ્રાઇસિકલ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

      ખંભાળિયામાં આવેલા જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત રક્તદાન કેમ્પમાં 49 જેટલા યુવાનો અને યુવતીઓ ઉત્સાહભેર 14,700 સીસી રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. દરેક રક્તદાતાઓને દાતા પરિવાર દ્વારા આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આ સાથે 50 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ જીવન જરૂરી ચીજ વસ્તુઓ સાથેની કીટ અર્પણ કરવામાં આવી હતી. જે બદલ લાભાર્થીઓએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

   આ ઉપરાંત એક જરૂરિયાતમંદ દિવ્યાંગને દાતા પરિવાર તરફથી ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી. આ સેવા પ્રવૃત્તિઓની શહેરના  અગ્રણીઓએ મુલાકાત લઇ રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ, તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદારોને પ્રવૃત્તિના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. જેમાં દાતા પરિવારની લાગણી તથા યોગદાનને બિરદાવવામાં આવ્યા હતા.

    સમગ્ર કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વિનુભાઈ બરછા (ઘી વારા), સેક્રેટરી મહેન્દ્રભાઈ જોશી, પ્રોજેક્ટ ચેર પર્સન બીનાબેન રત્નાકર, સંજયભાઈ બરછા, હાડાભા જામ તેમજ સંસ્થાના સભ્યોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS