કેન્દ્રમાં મોદી સરકારના સાત વર્ષ પૂર્ણ: ખંભાળિયામાં વિવિધ સેવાકીય કાર્ય કરાશે

  • May 29, 2021 11:14 AM 

નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના આવતીકાલે રવિવાર તારીખ 30 મે ના રોજ સાત વર્ષ પૂર્ણ થનાર છે. આ પ્રસંગે ખંભાળિયામાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારના સાત વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂડપેકેટ વિતરણ, અનાજની કીટ તથા બાળકોને મીઠાઇ વિતરણ, જુદા જુદા વિસ્તારોમાં સેનેટાઈઝિંગ,  સહિતના સેવા કાર્યો માટે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણઝારિયા, નગરપાલિકાના સદસ્યો સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS