પોરબંદરની શાળાઓ રમત-ગમતની સુવિધા પ્રત્યે ઉદાસીન હોવાની ફરિયાદ

  • November 06, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જિલ્લાની અનેક શાળાઓ રમત-ગમત પ્રત્યે ઉદાસીન છે અને રમત-ગમત માટેની પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી તેથી તે અંગે એ.બી.વી.પી. દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. 
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સહમંત્રી નેહલબેન થાનકી દ્વારા પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી ને રમત ગમત ક્ષેત્રે પોરબંદરની કથડતી સ્થિતિ બાબતે રજૂવાત કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા ૭૫ વર્ષ થી વિદ્યાર્થીહિત માટે કાર્ય કરતું આવ્યું છે.જ્યારે પણ વિદ્યાર્થીઓ ની કોઈ અગવડતા ના પ્રશ્નો આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ હંમેશા એમના પ્રશ્ર્નો ની વાચા બની સતત કાર્યરત રહ્યુું છે.આજે જ્યારે આપણે ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ માટે ખૂબ મોટા સપનાઓ જોઇએ છીયે.વિધાર્થીઓ પાસે થી ઘણી આશાઓ રાખીયે છીએ, પણ શુ પોરબંદરની શાળાઓ માં રમત ગમત માટે જ‚રિયાત ની સંપૂર્ણ જોગવાઈઓ છે ?શું શાળાઓ માં રમત ગમત ના શિક્ષકો સંપૂર્ણ લાયકાત ધરાવતા છે ?શું શાળાઓ માં રમત ગમત ના મેદાન છે?શું શાળાઓ માં રમત ગમત ના પૂરતા સાધનો છે? તેવા સવાલ ઉઠાવીને જણાવાયુ હતુ કે મોટા ભાગની શાળાઓમાં રમતગમત પ્રત્યે ધ્યાન દેવાતુ નથી અને તેના કારણે વિદ્યાર્થીઓ ફિઝીકલ રીતે નબળા રહી જાય છે તેમજ જુદા-જુદા પ્રકારની રમતગમત સ્પર્ધામાં ખાસ કૌવત દાખવી શકતા નથી. ઘણી શાળામાં તે અંગેની પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે તેમ જણાવીને એ.બી.વી.પી. દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે ઉપર્યુક્ત બાબતો ને ધ્યાન માં લઈ આગામી સમયમાં આ વિષયો પર મૂલ્યાંકન કરવામાં આવે અને વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળી રહે તેવી આશા રાખીએ છીએ તેમ ઉમેર્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application