રાજકોટ મહાપાલિકામાં કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન નળ, ગટર, રસ્તા, લાઇટ, સફાઇ, પાણી, ગેરકાયદે બાંધકામો સહિતના કુલ વિવિધ 30 પ્રકારની 4,26,418 ફરિયાદો નોંધાઇ છે. વર્ષ-2023માં કુલ 3,82,448 ફરિયાદો નોંધાઇ હતી. 2023ની તુલનાએ 2024માં 43870 ફરિયાદો વધુ નોંધાઇ છે જે આંચકાજનક છે, ફરિયાદોના પ્રમાણમાં જબરો વધારો થયો છે. તમામ પ્રકારની ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજને લગતી છે, ડ્રેનેજની કુલ 2,53,213 ફરિયાદો નોંધાઇ છે જે કુલ ફરિયાદોના 59.39 ટકા છે. જ્યારે બીજા ક્રમે સ્ટ્રીટ લાઇટ્સની 54286 ફરિયાદો નોંધાઇ છે. સ્વચ્છતા મિશનની ગુલબાંગો વચ્ચે ગંદકીની 43,133 ફરિયાદો નોંધાઇ છે. એકંદરે ફરિયાદોનું પ્રમાણ વધવા મામલે રાજકોટના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રિવ્યુ કરવો જરૂરી છે.
બીજીબાજુ રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, સાગઠિયાકાંડ, ફાયર બ્રિગેડમાં એસીબીની ટ્રેપ સહિતના ઘટનાક્રમ બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને લગતી ફરિયાદોનું પ્રમાણ ઘટીને તળિયે પહોંચ્યું છે, વર્ષના 365 દિવસમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને લગતી ગેરકાયદે બાંધકામો વિગેરે સહિતની ફક્ત 2184 ફરિયાદો નોંધાઇ છે જે કુલ ફરિયાદોના 0.51 ટકા છે. જ્યારે ફાયર બ્રિગેડને લગતી તો ફક્ત 213 ફરિયાદો નોંધાઇ છે જે કુલ ફરિયાદોના ફક્ત 0.05 ટકા છે.
ક્યા વિભાગની કેટલી ફરિયાદો નોંધાઇ
ફરિયાદ પ્રકાર સંખ્યા
રખડુ ઢોર કૂતરા 845
આવાસ યોજના 967
જાહેર બાંધકામ 14,274
સિટી બસ સેવા 2221
મૃત પશુ નિકાલ 7508
દબાણ હટાવ 6602
ડ્રેનેજ ચોક અપ-ઓવરફ્લો 2,34,298
ડ્રેનેજ મેન્ટેનન્સ 18,915
ચૂંટણી શાખા 02
ઇલેક્ટ્રોનિક વેસ્ટ 61
હોર્ડિંગ-એસ્ટેટ બ્રાન્ચ 123
ફાયર બ્રિગેડ 213
ભેળસેળ-ફૂડ બ્રાન્ચ 241
બાગ બગીચા 4538
ડંકી રિપેરિંગ 810
આરોગ્ય કેન્દ્રો 1348
ઓનલાઇન પેમેન્ટમાં મુશ્કેલી 1348
અન્ય વિવિધ ફરિયાદ 19
પાર્કિંગ સમસ્યા 136
સ્ટ્રીટ લાઇટ્સ 54,286
વોંકળા સફાઇ 1025
ગંદકી 43,133
રમત ગમત સંકુલો 250
ટેક્સ બ્રાન્ચ 476
ટીપી બ્રાન્ચ 2184
ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સેલ 365
અર્બન મેલેરિયા 3495
પાણી વિતરણ 27,718
પ્રદ્યુમન પાર્ક ઝૂ 03
કુલ ફરિયાદો 4,26,418
ઉકેલાયેલી ફરિયાદો 4,23,626
પેન્ડિંગ ફરિયાદો 2792
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 'મિશન મધમાખી'એ ખેડૂતોના જીવનમાં ઉમેરી મીઠાશ
January 04, 2025 09:07 PMભારતનું પ્રથમ જનરેશન બીટા બાળક મિઝોરમમાં જન્મ્યું!
January 04, 2025 08:56 PMખેલ મહાકુંભ 3.0 નો રાજકોટથી શાનદાર પ્રારંભ: મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
January 04, 2025 08:39 PMજામનગરમાં દુષ્કર્મ કેસના આરોપીના ઘર પર બુલડૉજર ફરી વળ્યુ
January 04, 2025 06:20 PMદુનિયા ક્યાં જઈને અટકશે ! સોશિયલ મીડિયા પર પ્રેમ થયો અને 10 વર્ષની બાળકી ભાગી ગઈ
January 04, 2025 06:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech