વરસાદી પાણીના નિકાલની ગટર સહિત ઓવરહેડ ટેન્કની કામગીરી નબળી થતી હોવાની ફરિયાદ

  • October 19, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ધરમપુર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઓવરહેડ ટેન્ક અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરની કામગીરી નબળી થતી હોવાની આશંકા દર્શાવીને વડાપ્રધાન સુધી ફરિયાદ પહોચાડવામાં આવી છે.
પોરબંદરના એડવોકેટ અને આર.ટી.આઇ. એકટીવિસ્ટ ભનુભાઇ ઓડેદરાએ કરેલી રજૂઆતમા જણાવ્યુ છે કે ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ નીચે ધરમપુર (જી.આઇ.ડી.સી.)માં ૧૦% લોકફાળા દ્વારા ઓવરહેડ ટેન્ક અને સ્ટોમ ગટરની કામગીરી કરોડો ‚પિયાના ખર્ચે હાલમાં છેલ્લા એક વર્ષથી ચાલુ હોય, ઉપરોકત કામગીરી કરતી  એજન્સી દ્વારા ગુજરાત રાજ્યમાં અન્ય કામો પણ કરવામાં આવતા હોય, આ એજન્સી એકદમ નબળી ગુણવતાના કામો કરતી હોય, તેમાં પણ પોરબંદર ધરમપુર (જી.આઇ.ડી.સી.)માં હાલમાં ચાલતી ગટર અને ઉંચી ટાંકીની કામગીરીમાં એકદમ નબળી ગુણવતાનું મટીરીયલ્સ વાપરવામાં આવેલુ હોવાનો આક્ષેપ કરીને ભનુભાઇ ઓડેદરાએ ઉમેર્યુ છે કે  તેમાં રેતી એકદમ માટીવાળી અને ક્રશ મેટલ, સીમેન્ટ  વગેરે પણ પુરતા પ્રમાણમાં સુપરવિઝન ન હોવાથી સીમેન્ટ મીકસીંગ પ્લાન્ટમાંથી નબળી ગુણવતાનુ કોંક્રીટવર્ક કરવામાં આવેલ છે. આથી આ કરેલા કામના નમુના લઇ ગેરીમાં તપાસ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. બાદ જણાવવાનું કે ઉપરોકત એજન્સી દ્વારા પોરબંદર શહેરના ઔદ્યોગિક વિસ્તારના રેસીડેન્ટ વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર અને રેસીડેન્ટ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા સ્ટ્રોમ વોટર હેડ ટેન્ક વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી ટેન્ડર સ્પેશીફિકેશન મુજબ કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કરીને ઉમેર્યુ છે કે  ઉપરોકત કામનું સરપ્રાઇઝ ચેકીંગ કરી નબળી ગુણવતાવાળુ કામ ફરીથી કરાવી જવાબદાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવી જોઇએ. આ એજન્સીએ  ગુજરાત રાજ્યમાં  પાણી પુરવઠા અને ગ.વ્ય બોર્ડના મોટા ભાગના કામો તથા પોરબંદર શહેરમાં અન્ય નગરપાલિકા, પોરબંદર-છાયા નીચેના કામો પણ નબળી ગુણવતાના મટીરીયલ્સથી કરવામાં આવેલ  છે તેવો આક્ષેપ થયો છે.
  હાલમાં આ ગટરની કામગીરીમાં કોઇપણ જાતના લેવલ વગરની કામગીરી કરવામાં આવેલ હોવાથી આ ગટરમાં પાણીનો યોગ્ય નિકાલ થાય તેમ નથી. તથા ઉપરોકત કામગીરીમાં કારખાનાના માલિકો તથા રેસીડેન્ટ વિસ્તારમાં રહેતા લોકોના ૧૦% લોકફાળાના હોય, ઉપરોકત કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર  થતો હોવાની આશંકા દર્શાવીને આ કામગીરીની તટસ્થ તપાસ તપાસપંચ દ્વારા કરવામા આવે તેવી મારી માંગણી છે.
ઉપરોકત કામનું સુપરવિઝન વર્ક થર્ડ પાર્ટી દ્વારા  પણ કરવામાં આવતુ હોય છતાં કોઇ યોગ્ય સુપરવિઝન નહી હોવાથી કોન્ટ્રાકટર દ્વારા પોતાની રીતે કામગીરી નબળા મટીરીયલ્સથી કરવામાં આવી રહી છે. તેવો આક્ષેપ કરવામા આવ્યો છે. આથી આ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જૂનાગઢ, રાજકોટ નીચેના કામનુ મટીરીયલ્સના તમામ સેમ્પલ લઇ સરકારી લેબમાં તેમનુ ટેસ્ટીંગ કરવામાં આવે તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. 
કામ પર  કોઇ જવાબદાર એટલેકે ત્યાં ચાલતા કોંક્રિટ કામમાં એન્જીનીયર કે સુપરવાઇઝર હાજર ન હતા. કોંક્રિટવર્કમાં વાઇબ્રેટરનો ઉપયોગ પણ કરવામાં આવતો ન હતો અને હાલમાં ચાલતાં ઔદ્યોગિક વિકાસ નિગમ લી.ની કામગીરી વરસાદમાં ખોદકામ કરી નીચે માટીમાં કોંક્રિટ વર્ક કરવામાં આવી રહ્યુ છે અને લોખંડ એકદમ નબળી કક્ષાનું -કાંટ લાગેલ વાપરવામાં આવે છેે  સેંટીગ વર્કમાં પણ એકદમ નબળી કક્ષાનું સેટીંગ વાપરવામાં આવી રહ્યુ છે. અંદાજે ૨૦ કરોડ ઉપરની કામગીરીમાં કામ કરતી એજન્સી બેરોકટોક નબળી ગુણવતાની કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને તે અંગે તપાસની માંગણી કરી છે અને કામ અટકાવી દેવાની રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application