બારાડી, ઓખા, મીઠાપુર, સિક્કા સહિતના મથકો પર સમાજના હોદ્દેદારો દ્વારા કડક કાર્યવાહી કરવા માંગ: આજે જામનગર લોહાણા સમાજ દ્વારા કલેકટરને પાઠવાશે આવેદન
જામનગરના વેપારી મનુભાઇ ખેતવાણી દ્વારા પોરબંદર વેપારી સામે ટેલીફોનમાં ધાકધમકી આપી સમગ્ર લોહાણા સમાજ સામે અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સમગ્ર હાલારના લોહાણા સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કરાયો છે, જેમાં બારાડીના મુખ્ય મથક કલ્યાણપુર, ઓખા, મીઠાપુર તેમજ સિક્કા સહિતના સ્થળોએ સમાજના હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર પાઠવી જામનગરના વેપારી સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે, તેમજ આજે જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની આગેવાની હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જામનગરના વેપારી દ્વારા સમગ્ર લોહાણા સમાજ સામે અભદ્ર ભાષામાં વાત કરી ગાળાગાળી કરતા સમગ્ર હાલાર પંથકમાં લોહાણા સમાજમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી છે, જામખંભાળીયામાં લોહાણા સમાજના હોદ્દેદારો, હાર્દિક મોટવાણી સહિતનાઓએ આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે, સાથોસાથ સલાયા, લોહાણા મહાજન સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બેકરી સંચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
***
સિક્કાનો અહેવાલ
પોરબંદરના વેપારી સાથેના નાણાંકિય વ્યવહાર મામલે જામનગરના એક વેપારીએ સમસ્ત રઘુવંશી સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવા કરેલા વાણી વિલાસના તિવ્ર પડઘા જામનગર તાલુકાના સિક્કામાં પણ પડયા છે, અને આ મામલે વિરોધ દર્શાવવા અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગણી સાથે સિક્કા રઘુવંશી સમાજ દ્વારા સિક્કા પોલીસ સ્ટેશન માં આવેદન આપવામાં આવ્યું હતું.
આ મામલે કાયદા મુજબ કડક કાર્યવાહી ત્વરીત કરવાની માંગણી કરાઇ છે, અને આ મામલે જરુર પડશે તો સમગ્ર લોહાણા સમાજ આગળના કાર્યક્રમો નકકી કરશે એવી સિક્કા લોહાણા સમાજ પ્રમુખ કૈલાશ ભાઈ બદિયાણી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પ્રસંગે સમગ્ર સિક્કા લોહાણા સમાજના આગેવાનો તથા યુવાનો, મહિલાઓ બહોળી સંખ્યામાં હજાર રહ્યા હતા.
***
કલ્યાણપુરનો અહેવાલ
બારાડી લોહાણા મહાજન સમાજ દ્વારા તાલુકા મથક કલ્યાણપુર ખાતે જામનગરના વેપારી સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે, બારાડી લોહાણા મહાજન સમાજના હોદ્દેદારો દામોદાર ગોપાલદાસ, નિલેશભાઇ કાનાણી, વસંતભાઇ ગોકાણી સહિતના હોદ્દેદારો, સભ્યોએ કલ્યાણપુર પી.આઇ.ને આવેદનપત્ર પાઠવી મનુભાઇ ખેતવાણી, હર્ષ ખેતવાણી સામે આ બન્નેને કાયદાનું ભાન થાય અને આવી વાણીવિલાસ બીજી વખત કરતા વિચાર કરે, એ માટે કડકમાં કડક પગલા ભરવા માંગણી કરી છે.
***
ઓખાનો અહેવાલ
જામનગરના વેપારી દ્વારા સમગ્ર લોહાણા સમાજ વિરુઘ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા ઓખા લોહાણા મહાજનના હોદ્દેદારો દ્વારા પીએસઆઇને આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે, આ સમયે બહોળી સંખ્યામાં લોહાણા મહાજનના હોદ્દેદારો, સભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
***
મીઠાપુરનો અહેવાલ
જામનગરની બેકરીના સંચાલક મનુભાઇ ખેતવાણી અને હર્ષ ખેતવાણી દ્વારા સમગ્ર લોહાણા જ્ઞાતિ વિશે અભદ્ર ભાષામાં વાત કરી ગાળાગાળી કરતા આ કથિત ઓડિયો સંદર્ભે મીઠાપુર રઘુવંશી સમાજમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે, આ બાબતે હોદ્દેદારો દ્વારા પીએસઆઇને આવેદનપત્ર પાઠવી તાકીદે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech