આજકાલ પ્રતિનિધિ ભાવનગર
શહેરમાં રોડ, કચરો, ડ્રેનેજ, દબાણ ૧કે પાણી સહિતની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો ફરિયાદ કર્યા બાદ તેનો ઉકેલ નહિ આવતા અસંતોષ હોય તે સમસ્યાનું સમાધાન કરવા મહાનગર પાલિકા દ્વારા પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે, જેનું તા.૨૦ સપ્ટેમ્બર, શુક્રવારે લોન્ચીંગ કરવામાં આવશે.જેની તમામ કર્મચારી, અધિકારીઓને તાલીમ પણ આપવામાં આવશે. જેની કોઈ કર્મચારીઓ એમ પણ ન કહીં શકે કે, મને ઓનલાઈનમાં ખબર નથી પડતી.
ભાવનગર મહાપાલિકા દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ નાગરીકલક્ષી સેવાઓ બાબતે નાગરીકોને કોઈ અસંતોષ હોય અથવા તો કોઈ સમસ્યા ધ્યાને આવ્યેથી તે વિષયની ફરિયાદ ઓનલાઈન પોર્ટલ મારફ્ત નોંધાવી શકે તેમજ નાગરીકો તરફથી મળેલી ફરિયાદોનું મહાનગરપાલિકા દ્વારા અસરકારક મોનીટરીંગ તેમજ નિરાકરણ થઈ શકે તે માટે ઈજ્ઞળાહફશક્ષિં છયમયિતતફહ ફક્ષમ ખજ્ઞક્ષશજ્ઞિંશિક્ષલ જુતયિંળ (ઈછખજ)પોર્ટલ બનાવવામાં આવેલ છે.
આ પોર્ટલ તા.૨૦/૦૯/૨૦૨૪ના રોજ લોન્ચ કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાનાં વર્ગ-૧ થી વર્ગ- ૩ના તમામ અધિકારી-કર્મચારીઓ માટે તાલિમનું આયોજન સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે બે સેશનમાં રાખવામાં આવેલ છે. જેમાં સેશન ૧:- તા.૧૯/૯/૨૦૨૪, સવારે ૧૨ કલાક થી બપોરે ૨ કલાક સુધી અને સેશન આજે તા.૧૯/૯/૨૦૨૪, બપોરે ૦૪:૩૦ કલાક થી સાંજે ૦૬:૩૦ કલાક સુધી રાખવામાં આવ્યુ છે. આ તાલિમમાં દરેક શાખાધિકારીઓએ તેમના હસ્તક ફરજ બજાવતા વર્ગ-૧ થી વર્ગ-૩નાતમામ અધિકારી-કર્મચારીઓને કચેરીની કામગીરીને અસર ન પડે તે ધ્યાને ડિપાર્ટમેન્ટના કુલ કર્મચારીઓને બે ભાગમાં વહેચણી કરી તાલીમમાં મોકલવાના રહેશે તેમજ આ તાલીમ મેળવવામાં કોઈ પણ અધિકારી -કર્મચારી બાકી ન રહી જાય તે બાબત શાખાધિકારીઓએ તાકીદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech