કલેકટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
લોકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને પ્રશ્નોનું નિરાકરણ કરી સમય મર્યાદામાં વિકાસ કામો પૂરા કરવા અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ સૂચનો કર્યા
જામનગર તા.૧૬ નવેમ્બર, જામનગર જિલ્લા કલેક્ટરશ્રી બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી હેમંતભાઈ ખવા અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ગોમતીબેન ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો અને તે અંતર્ગત કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સૂચનો કર્યા હતા.
આ પ્રશ્નોમાં રાશનકાર્ડ અને આધારકાર્ડને લઈને લોકોના પ્રશ્નો, ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની નિયમિતતા, શાળાઓમાં ફાયર સેફ્ટી, નવી શાળાના બાંધકામ, રોડ રસ્તાઓ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, પાણી પુરવઠ્ઠા વિભાગના પ્રશ્નો, આઇસીડીએસ શાખા, જમીન માપણી અંગેના પ્રશ્નો, શિક્ષણ વિભાગ અને પીજીવીસીએલ અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અંગે જે તે વિભાગના અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા હતા. તેમજ સીએમ ડેશબોર્ડ પર આવતા પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવે અને જામનગર જિલ્લાના વિકાસકાર્યોને લગત કામો કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર, ડેપ્યુટી કમિશ્નરશ્રી ઝાલા, સંલગ્ન પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech