પગલા લેવા માંગ
યાત્રાધામ દ્વારકામાં આવેલ સુપ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિર નજીક કોઈ ઇસમો દ્વારા કથિત રીતે ગેરકાયદેસર પાર્કિગ ચલાવવામાં આવતું હોવા અંગે દ્વારકા પ્રાંત અધિકારીમાં ફરીયાદ કરાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકાના જાગૃક નાગરિક મનીષભાઈ જોશી. અને સાંકડી ગલી માં રહેતા સ્થાનિકો દ્વારા તાજેતરમાં દ્વારકા પ્રાંત અધિકારીને લેખીત ફરીયાદ કરી જણાવાયેલ કે જગતમંદિર નજીક ગોહેલવાળી ગલીમાં અમૂક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે પ્રાઈવેટ પાર્કિંગ ચલાવવામાં આવી રહયુ છે જેના કારણે આસપાસના રહેણાક વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. જેથી આવા કથિત રીતે ગેરકાયદેસર રીતે ચલાવાતા પાર્કિંગ અંગે યોગ્ય ચકાસણી કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા આ મામલે ગંભીરતા દાખવી દ્વારકા મામલતદાર કચેરી, નગરપાલીકાના ચીફ ઓફીસર તથા દ્વારકાના પી.આઈ.ને સીઆરપીસીની કલમ ૧૩૩ હેઠળ કરવા યોગ્ય છે કે કેમ તે અંગે ખૂલાસો માંગવામાં આવ્યો છે. નાનકડા એવા દ્વારકા શહેરમાં બનેલ બનાવ પ્રબુધ્ધ નાગરિકોમાં તેમજ સ્થાનીકોમાં ભારે ચર્ચાસ્પદ બની ગયો છે. આ બિન અધિકૃત પાર્કિંગ મા ખુદ સરકારી અર્ધ સરકારી વ્યક્તિઓ જ પાલિકા સાથે મિલી ભગત કરી ચલાવતા હોવાનું અને યેનકેન પ્રકારે આડેધડ કાગળો દ્વારા મંજૂરી ઓ નાં બહાના હેઠળ આ બધું લાંબા સમય થી ચાલતું હોવાનું પણ જાણવા મળ્યું છે.ત્યારે કાયદા નો સકંજો આવતા પાર્કિંગ ની મુલાકાતે અધિકારીઓ આવ્યા હોય બરાબર નો રેલો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech