યાત્રાધામ દ્વારકામાં શારદાપીઠ કોલેજ પાસે જાહેર રસ્તા પર ગેરકાયદેસર નોનવેઝની રેકડી તથા કેબીનો દુર કરી નોનવેઝ ઝોન જાહેર કરવા ડી.એસ.પી.ને ફરીયાદ

  • March 22, 2021 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમનાથ-અંબાજી તથા ડાકોર વગેરે ધાર્મીક સ્થાનોમાં  નોનવેજ ઝોન જાહેર કરેલ છે તે રીતે પવિત્ર યાત્રાધામ દ્વારકાને પણ નોનવેજ જોન જાહેર કરવા દ્વારકા શારદાપીઠના સ્વામી સદાનંદ સરસ્વતીએ ફરીયાદ કરેલ છે.

યાત્રાધામ દ્વારકામાં દ્વારકા ઓખા હાઇવે રોડ પર શારદાપીઠ કોલેજ પાસે નોનવેઝની રેકડીઓ તેમજ ગેરકાયદેસર કેબીનો હોવાથી તેને હટાવવા દ્વારકા શારદાપીઠના સ્વામી સદાનંદ સરસ્વતીએ લેટરપેડ પર દેવભુંમી દ્વારકા જીલ્લાના ડીએસપીને નોનવેઝની રેકડીઓ તેમજ ગેરકાયદેસર કેબીનો હટાડી નોનવેઝ ઝોન જાહેર કરવા ફરીયાદ કરી છે.

દ્વારકાનગરી ભગવાન કૂષ્ણની કર્મભુમી છે અને ચારેય ધામોમાં એક ધામ અને સપ્ત મોક્ષપુરીમાં એક મોક્ષપુરી તરીકે વિશ્વ વિખ્યાત છે તે પવિત્ર દ્વારકા નગરીમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર નોનવેઝનું વેચાણ ખુલ્લેઆમ થાય છે, તેની બાજુમા શ્રી શારદાપીઠ સંચાલીત શ્રી શારદાપીઠ કોલેજ આવેલી હોય, જેમા વિધ્યાર્થીણીઓ તથા વિધ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, આવી ગેરકાયદેસર રેકડીઓ ચાલતી હોય તો વિધ્યાથીઓના માનસ પર ખરાબ અસર પડે છે અને હિન્દુ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોચી હોય આ પવિત્ર નગરીના જાહેર રોડ ઉપર ગેરકાયદેસર નોનવેઝ વેચાણ થતુ હોવાથી સનાતન ધર્મીઓની ભાવના દુભાય છે, નોનવેઝ ખાવાવારા દારૂ પી ને આવતા હોય અને અગાવ પણ કાયદા અને વ્યવસ્થા સબંધિક્ત સમસ્યાઓ ઉભી થયેલ હોય જેની જાણ પોલીસ ખાતાને કરેલ અને તે અન્યવે પ્રોહીબિસનના કેસ પણ કરેલ હોય તો ભવિષ્યમાં આ પ્રકારના કોઇ અન્ય પ્રશ્ર ઉપસ્થિતી ન થાય તે અંગે યોગ્ય અધિકૂત જગ્યાએથી અધિકૂત કાર્યવાહી કરવા ડી.એસ.પી.ને ફરીયાદ કરેલ તેમજ ગુજરાત સરકાર દ્વારા  સોમનાથ અંબાજી તથા ડાકોર વગેરે ધાર્મીક સ્થાનોમાં  નોનવેજ ઝોન જાહેર કરેલ છે તે રીતે પવિત્ર યાત્રાધામ દ્વારકાને પણ નોનવેજ જોન જાહેર કરવા વિનંતી કરેલ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS