હલેન્ડામાં ખેડૂતને શેઢા પાડોશી કૌટુંબિક ભાઇએ જમીન મુદ્દે માર મારતા ફરિયાદ

  • August 21, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે ખેડૂત આધડને શેઢા પાડોશી એવી કૌટુંબિક ભાઇએ જમીન બાબતે ગાળો આપી મારમારતા આધેડને ઇજા પહોંચી હતી.આ શખસે હવે અહીંથી નીળકતા નહીં નહીંતર જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.જે અંગે આધેડની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનવાની જાણવા મળતી વિગતો મુજબ, હલેન્ડા ગામે રહેતા ભીખુભાઇ મનજીભાઇ વાછાણી(ઉ.વ ૫૦) નામના આધેડે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને હલેન્ડા ગામની સીમમાં ખેતીની જમીન આવેલી છે.
ગત તા. ૧૬૮ ના રોજ સવારના સુમારે તે તથા પત્ની મુકતાબેન બંને અહીં વાડીએ હતા ત્યારે શેઢા પાડોશી એવા કૌટુંબિક ભાઇ ખોડા ઠાકરશીભાઇ વાછાણી ત્યા આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે,તું અમારી જમીનામાંથી આ રસ્તાનો જે ભાગ નિકળેલ છે તે જમીન લઇ લીધી છે.તેમ કહી બોલાચાલી કરી ગાળો ભાંડી હતી.ભીખુભાઇએ ગાળો દેવાની ના કહેતા ઉશ્કેરાઇ તેમને મુક્કો મારી પછાડી દીધા હતાં.તેમના પત્ની વચ્ચે પડતા તેમને પણ ગાળો ભાંડી હતી.અને ધમકી આપી હતી કે,હવેથી આ રસ્તેથી કોઇ દિવસ નિકળતા નહીં જો નિકળશો તો જાનથી મારી નાખીશ.ભીખુભાઇને ઇજા પહોંચી હોય જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.આ અંગે તેમણે પ્રથમ અરજી કર્યા બાદ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.જેના આધારે પોલીસે આરોપી ખોડા વાછાણી સામે મારમારી અને ધમકી અંગેનો ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application