જુના ઝઘડાનો ખાર કારણભુત: ઇંટ-પથ્થરના ઘા સામાનમાં તોડફોડ-સળગાવી નુકશાન કર્યુ, છરી વડે હુમલો: પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગરના અંધાશ્રમ ફાટક નજીક હનુમાનચોકમાં જુના ઝઘડાનો ખાર રાખીને અહીં રહેતા બે જુથ વચ્ચે બબાલ થઇ હતી જેમાં પથ્થરમારો અને તોડફોડ, આગચંપીના આ ચકચારી બનાવમાં બંને પક્ષ દ્વારા સામસામી ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે.
અંધાશ્રમ પાછળ હનુમાનચોક પાસે રહેતા સિકયુરીટી ગાર્ડ રાજુભાઇ દેવાભાઇ વારસાખીયા (ઉ.વ.51)એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં દિવ્યરાજસિંહ, હરપાલસિંહ, હરપાલસિંહનો ભાઇ, હકુબા તથા 3 અજાણ્યા ઇસમો વિરુઘ્ધ બીએનએસની જુદી જુદી કલમો તથા અનુસુચીત જાતી અધિનીયમની કલમો હેઠળ ફરીયાદ નોંધાવી હતી.
જેમા જણાવ્યુ હતું કે ગઇકાલે ફરીયાદી રાજુભાઇએ સવારના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ઉપરોકત ઇસમો તેમના મકાનની અંદર ઘુસી આવ્યા હતા અને ફરીયાદીને ઘુંટણની નીચે ઘા ઝીંકી તેમજ હાથના બાવડા પોચામાં પાઇપના ઘા મારી ઇજા પહોચાડી હતી અન્ય આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો જેમાં બે આંગળીમાં ઇજા થઇ હતી ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનજનક શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ 3 અજાણ્યા ઇસમોએ ઢીકાપાટુનો માર મારી તમામે એકબીજાને મદદગારી કરી હતી. તેમજ ફરીયાદી તથા સાહેદ દિપક ગોહીલનો ઘરનો સામાન તોડફોડ કરી આરોપીઓ ત્યાથી નાશી ગયા હતા.
સામા પક્ષે હનુમાનચોક ખાતે રહેતા હકુબા રણજીતસિંહ જાડેજા (ઉ.વ.35) એ સીટી-સી માં અંધાશ્રમ પાસે રહેતા આશિષ વારસકીયા, મહેશ વારસકીયા અને દિપક ગોહીલની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યુ હતું કે ફરીયાદીના પુત્ર દિવ્યરાજસિંહ અને આરોપી આશિષ નાના હતા ત્યારે છોકરમતમાં ઝઘડો કર્યો હતો ત્યારથી ફરીયાદી અને આરોપી સાથે નાના મોટા ઝઘડા ચાલુ હોય અવાર નવાર ફરીયાદીના પુત્રને હેરાન પરેશાન કરતો હોય જેથી જુના ઝઘડાનો ખાર રાખી ઉપરોકત ત્રણેય આરોપીઓએ એક સંપ કરી ફરીયાદીના પુત્રને અપશબ્દો કહી ઇટ અને પથ્થરોના ફળીયામાં ઘા કયર્િ હતા તેમજ સળગાવી દઇ નુકશાન કરી ભાગી ગયા હતા. આ બંને ફરીયાદોના આધારે સીટી-સી પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હંગામી બસ સ્ટેન્ડમાં આકરા તાપમાં પતરાંમાં તપતા મુસાફરો, કર્મચારીઓ
May 15, 2025 11:35 AMરંગમતી નદીને ફરી રાજાશાહી કાળમાં લઇ જવાનો માસ્ટર પ્લાન
May 15, 2025 11:30 AMજામનગર: 1 કરોડ 81 લાખના છેતરપિંડીના કેસમાં બેન્ક એકાઉન્ટ પુરા પાડનાર આરોપી પકડાયો
May 15, 2025 11:29 AMજામનગર: નજીવે બાબતે બબાલ થતાં યુવકને ચાલુ ટ્રેન ફેંકી દીધો, બે આરોપી પકડાયા
May 15, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech