ધોરાજીમાં ડો.માંડવિયા વિરુધ્ધ પોસ્ટરો લાગતા આચારસંહિતા ભંગની ફરિયાદ

  • March 27, 2024 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને દરેક પક્ષે ઉમેદવાર જાહેર થઈ ચુકયા છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીયમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાને પોરબંદર લોકસભાના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. ખૂબ જ સક્ષમ અને સંગઠનાત્મક દષ્ટ્રિએ કુશળ તેમજ પોરબંદર મતવિસ્તાર સાથે લાંબો સેવાકીય નાતો ધરાવનાર ડો.માંડવીયાની ઉમેદવારીથી વિરોધપક્ષના પેટમાં તેલ રડાયું હોય નિરાશામાં ધકેલાયને કોંગ્રેસના ઉમેદવાર તરફી અને ભાજપ વિરોધી અને ભાજપ વિરોધી તત્વો દ્રારા પોરબંદર મતવિસ્તારમાં આવતા ધોરાજી શહેરમાં ભાજપના ઉમેદવારને નુકશાન થાય તેવા બેનર્સ લગાડીને આદર્શ આચાર સંહિતાનો જાહેરમાં ભગં કર્યેા છે.

આ અનુસંધાને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલપેશભાઈ ઢોલરીયાએ અને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ લીગલ સેલના એડવોકેટ કેતન દાણી દ્રારા જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં જણાવાયું છે કે ધોરાજીમાં વિવિધ સ્થળોએ ભાજપના ઉમેદવારને નુકશાન અને હરીફ ઉમેદવારને ફાયદો થાય એ રીતના શબ્દ પ્રયોગો કરીને ભાજપના ઉમેદવારની પ્રતિા ઓછી થાય તેવો પ્રયાસ કરીને આદર્શ આચાર સંહિતા અને તેની ગાઈડલાઈનનો સરેઆમ ભગં કર્યેા છે. આ બેનરમાં લખાયેલા વાકયોથી ઉમેદવારની પ્રતિા ઉપરાંત સામાજિક સોહાર્દને ગંભીર અસર ઉપરાંત ક્ષત્રવાદને પોષક શબ્દોનો ઉલ્લેખ કરી ગંભીર નુકશાન કરવાના હેતુ સાથે બેનર્સ લગાડવામાં આવ્યા છે.
ધોરાજી શહેરમાં લગાવેલા આ પોસ્ટર જાહેર મિલકત અને રેપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એકટ ૧૯૫૧ની કલમ ૧૨૭એની જોગવાઈ ઉપરાંત આઈપીસી કલમ ૧૭૧એચનો ભગં છે. એટલું જ નહિં ઉપરોકત બદઈરાદા સાથેનું બેનરનું ઠેર–ઠેર લગાડવું વગેરે આઈપીસી કલમ ૧૨૦એ હેઠલનું હોય ત્વરિત કાયદાકીય પગલાં અત્યતં આવશ્યક છે.
હજી તો ચૂંટણીની તૈયારીઓ પ્રારંભિક તબક્કામાં છે ત્યારે હાર ભાળી ચૂકેલ વિરોધપક્ષ આવા ગેરબંધારણીય હરકતો ચાલુ કરી ચૂંટણીના વાતાવરણને ડહોળવાના પ્રયત્નોને ભારતીય જનતા પાર્ટી કદાપિ સહન નહિ કરે તેવું પોરબંદર લોકસભા સીટ ચૂંટણી પ્રબધન ટીમના વડા અને સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તેમજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ રાજકોટ જિલ્લા ભાજપ હોદ્દેદારો દ્રારા સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application