જામનગરની યુવતિને વ્હૉટ્સઍપ કરી બિભત્સ માંગણી કયર્નિી ફરિયાદ

  • May 15, 2021 11:07 AM 

બોટાદના શખસ સામે ગુનો નોંધાયો: જુદા-જુદા મૉબાઈલ નંબરના આધારે પોલીસ કાર્યવાહી

જામનગરની યુવતિને વ્હૉટ્સઍપ પર મૈસેજ, વૉઈસ કૉલ અને વીડિયો કૉલ કરીને પજવણી કરી બિભત્સ માંગણી કરનાર બોટાદના શખસ સામે વિધિવત્ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પોલીસે યુવતિની ફરિયાદના આધારે આરોપીના જુદા-જુદા મૉબાઈલ નંબર મેળવી તપાસ આગળ વધારી છે અને આરોપીની વિધિવત્ ધરપકડ કરવા માટે કાર્યવાહી લંબાવવામાં આવી છે.

જામનગરના હાલાર હાઉસ પાસે રહેતી 36 વર્ષની યુવતિના મૉબાઈલ પર મહેશ ઘાઘરેટિયા નામના શખસે વ્હૉટસઍપ પર તેના અલગ-અલગ મૉબાઈલ નંબર પરથી મૈસેજ કરી અવાર-નવાર મૈસેજ ઉપરાંત વ્હોટ્સએપ વોઈસ કૉલ તેમજ વીડિયો કૉલ કરીને અપશબ્દો બોલતો હોય ઉપરાંત તેણીની લાજ લેવાના ઈરાદે બિભત્સ માંગણી કરતો હોય અને વીડિયો કૉલ કરી શરીરના ભાગ બતાવી ગુનો કર્યો હતો.

ગત્ તા.21.4.21થી તા.28.4.21 દરમિયાન અવાર-નવાર મૈસેજ કયર્િ હતાં. દરમિયાનમાં આ અંગે યુવતિ દ્વારા સિટી ‘બી’ ડિવિઝનમાં ગઈકાલે બોટાદના મહેશ કરશન ઘાઘરેટિયાની સામે આઈપીસી કલમ 354 (ક), 504, 509 તથા આઈપી એકટ 66એ, 67એ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીઆઈ કે.જે. ભોયે ચલાવી રહ્યાં છે. પોલીસ દ્વારા આરોપીના ચાર જુદા-જુદા મૉબાઈલ નંબર મેળવીને જેના આધારે તપાસ લંબાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS