કાલાવડમાં લલચાવી - ફોંસલાવી સગીરાનું અપહરણ કયર્નિી ફરિયાદ

  • June 08, 2021 01:45 PM 

દાહોદના શખસની શોધખોળ કરતી પોલીસ

કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી-ફોંસલાવી અપહરણ કરી ગયાંની દાહોદના એક શખસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.

કાલાવડ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 16 વર્ષ 4 માસની સગીરાને કાયદેસરના વાલીપણામાંથી દાહોદ જિલ્લાના મેથાણ ગામનો સુરેશ નામનો શખસ લગ્ન કરવા અને બદકામ કરવાના ઈરાદાથી લલચાવી-ફોંસલાવીને ભગાડી ગયો છે.

દરમિયાનમાં સગીરાના વાલી દ્વારા આ અંગે ગ્રામ્ય પોલીસમાં આરોપી દાહોદ જિલ્લાના શિંગવડ તાલુકાના મેથાણ ગામમાં રહેતો સુરેશ લખમણ નીસરતાની વિરુદ્ધ આઈપીસી કલમ 363-366 મુજબ ફરિયાદ નોંધાવતાં સીપીઆઈ (ધ્રોલ) એ.જે. પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS