મોટીરાફુદડ ગામની યુવતીને દુઃખ ત્રાસ આપ્યાની ફરિયાદ

  • April 10, 2021 08:15 PM 

લાલપુર તાલુકાના મોટી રાફુદળની યુવતીને લગ્નજીવન દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કર્યાની ખંભાળીયા ખાતે રહેતા પતિ સામે ફરિયાદ કરવામાં આવી છે.

લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતી પુનમબેન ભાવિનભાઈ કણજારીયા ઉમર વર્ષ 26 દ્વારા ગઈકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં ખંભાળિયાના શાક માર્કેટ સામે રહેતા ભાવિન નારણ કણજારીયાની વિરૂદ્ધ આઈપીસી કલમ 498, 323 (એ ) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

તેમજ જણાવ્યા મુજબ આરોપી ભાવિને ફરિયાદી બેનને લગ્ન જીવન દરમિયાન અવર નવાર હેરાન પરેશાન કરી, શારિરીક માનસિક દુઃખ આપ્યા હતા તેમજ મારકૂટ કરી હતી. ફરિયાદની વિગતોના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS