જામનગરના બોક્સાઈટના ધંધાર્થીને નાઈઝીરિયન જોડાએ ચોપડી દીધો 1.35 કરોડનો ચૂનો, ક્લિક કરીને વાંચો વિગતો

  • July 20, 2021 12:27 PM 

1.35 કરોડ ચીટિંગમાં તાજેતરમાં મુંબઈથી પકડાયેલા: છેતરપિંડી કરવા બનાવટી પાસપોર્ટમાં ખોટા વિઝાઓ દશર્વ્યિાનું ખૂલ્યું

 

જામનગરમાં 1.35 કરોડની છેતરપિંડીમાં તાજેતરમાં નાઈઝીરિયન જોડા સહિત ત્રણને મુંબઈથી જામનગર પોલીસ ધરપકડ કરીને લાવી હતી, રિમાન્ડ પર લીધાં હતાં. દરમિયાનમાં નાઈઝીરિયન જોડાએ ભારતમાં પાસપોર્ટ વગર રહેવા માટે ખોટા આધારો રજૂ કરવા અને બનાવટી પાસપોર્ટ સાથે રાખી છેતરપિંડી કયર્નિંુ સામે આવતાં આ અંગે બન્ને સામે ફોરેનર્સ એકટ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

જામનગરમાં બૉકસાઈટના ધંધાર્થીને વૈક્સિન મટીરીયલમાં મોટો ફાયદો થશે એવી વાતોમાં ભોળવીને એ પછી અલગ-અલગ લોકો સાથે વાતચીત અને સોદા અને સેમ્પલ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ 1.35 કરોડની રકમ પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવતાં 14 સામે ગુનો દાખલ થયો હતો.

 

જામનગર પોલીસે મુંબઈ સુધી તપાસ લંબાવીને તાજેતરમાં નાઈઝીરિયન જોડા અને અન્ય એકને પકડી લીધાં હતાં, જરી કાર્યવાહી કરી હતી. નવ દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટ હવાલે કયર્િ હતાં. પોલીસ તપાસ દરમિયાન પાસપોર્ટનો મામલો સામે આવતાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. જેની વિગતો જોઈએ તો મૂળ નાઈઝીરિયા અનાબ્રા અસાબા અને મુંબઈ કાસારિયો ગોલ્ડ જેનેવ્હીલ કોઓ હાઉસિંગ સોસાયટી, ડી-વિંગ, મકાન નં.106, ડૉમ્બિવલી ખાતે રહેતાં ઓનીએ જીલીગબો હેપ્રોચીએ ઉર્ફે ચીમા ઉર્ફે એન્થોની ઉર્ફે કોંઝા તથા મુંબઈના ડૉમ્બિવલી મિલજેગાંવ, કાસારિયો ગોલ્ડ જેનેવ્હીલ કોઓ હાઉસિંગ સોસાયટી, ડી-વિંગ, મકાન નં.106 અને મૂળ ઈન્ડૂમોના કયુઆરટી, ઓનિયા, યુકેયુ બિસ્લે નાઈઝીરિયાની ઓકોનકવો પર્પેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઈકલ ગીફટ ઉર્ફે સોફિયા કેનેડીની સામે સિટી ‘બી’ ડિવિઝનમાં પીઆઈ ભોયે દ્વારા આઈપીસી કલમ 448, 441, 114, ફોરેનન્સ એકટની કલમ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

જેમાં જણાવ્યું છે કે, આરોપીઓએ ભારતમાં છેલ્લા આઠ-દસ વર્ષથી રહેતાં હોય અને પોતાના અસલ નાઈઝીરિયન સરકાર દ્વારા આપવામાં આવેલ પાસપોર્ટ નવી મુંબઈ, બેલાપુર કમિશનર કચેરી ખાતે આવેલ એફઆરઓ ઑફિસમાં તેમજ કણર્ટિક રાજ્યના પોલીસ સ્ટેશન ખાતે જમા પડેલ હોય તેમ છતાં ભારતમાં પાસપોર્ટ વગર રહેવા સા પોતાના આધારો રજૂ કરવા તથા ભારતીય આમ જનતાને વિશ્ર્વાસમાં લઈ તેમની સાથે છેતપિંડી કરવા માટે બનાવટી પાસપોર્ટ સાથે રાખી તેમાં ખોટા વિઝાઓ દશર્વિી જર જણયે તે જગ્યાએ ખરા તરીકે રજૂ કરી એક-બીજાને મદદગારી કરી હતી. જેની તપાસ જામનગર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં નોંધાયેલી ચીટિંગની 14 સામે ફરિયાદ બાદ અન્ય આરોપીઓ તરફ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)