જોડિયાના મેઘપરમાં કોવીડ દવાનો જથ્થો ટાંકામાં નાંખી દીધાની ફરિયાદ

  • June 04, 2021 11:20 AM 

અજાણ્યા શખ્સનું કૃત્ય: 26 હજારનું નુકશાન કર્યું, પોલીસ દ્વારા કરાતી તપાસ

કોરોનાની મહામારીમા દવા, ઇન્જેક્શનો અને ઓક્સિજનની જબરી માંગ ઉઠી હતી, ક્યાંક અછત જોવા મળી હતી, સરકારી અને ખાનગી દવાખાનાનો એ દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હતી, આવા સમય દરમિયાન જોડિયાના મેઘપર ગામમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાના માં રહેલી કોવીડની દવાઓ તથા અન્ય દવા ચીજવસ્તુઓ અજાણ્યા શખ્સે ટાંકામાં નાખીને આશરે ર૬,૦૦૦ નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા તપાસ ચલાવવામાં આવી ગઈ છે.

જોડિયા તાલુકાના મેઘપર ગામમાં સરકારી આયુર્વેદિક દવાખાનું આવેલું છે, જેમાંમાંથી કોવીડ 19ની દવાઓનો જથ્થો પ્લાન્ટના ટાકામાં પડ્યો હોવાનું ધ્યાન પર આવ્યો હતુ. જે અંગેની પ્રાથમિક વિગતોના આધારે કાર્યવાહી આગળ વધારી હતી.

દરમિયાનમાં ધ્રોલમાં આશાપુરા રેસીડેન્સી ખાતે રહેતા મેઘપરના આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. અમિષાબેન જયંતિલાલ પટેલ દ્વારા જોડીયા પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા ઇસમ સામે આઇપીસી કલમ 427, 454, 457 મુજબ ફરિયાદ ગઈકાલે નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદી જોડિયાના મેઘપર ગામમાં આવેલા સરકારી આયુર્વેદિક દવાખાનએ ફરજ બજાવે છે, તે આયુર્વેદ દવાખાના માં ગત તારીખ 29, 5, 21 થી 31. 5.21 ના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ગેરકાયદે પ્રવેશ કરી દવાખાનામાં રાખેલ કોવીડ 19ની દવાઓ તથા અન્ય દવાઓ, ચીજવસ્તુઓને સુએજ પ્લાન્ટના ટાકામા નાખી કુલ રૂપિયા 25993.66 નું નુકસાન કર્યું હતું.

આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, આયુર્વેદિક દવાખાનાની દવાઓ ટાંકામાં ફેંકી દીધાંનાં કૃત્યથી નાના એવા ગામમાં ચકચાર ફેલાઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS