ઓખા નગરપાલીકા વિસ્તારમાં દૂષત પાણી વિતરણની ફરીયાદ

  • June 16, 2021 11:36 AM 

આરોગ્ય વિભાગે નગરપાલીકાને પત્ર બાદ પાલીકાએ પાણી પૂરવઠા બોર્ડને જાણ

ઓખા નગરપાલીકા વિસ્તારમાં દૂષ્ાિત પાણીનું વિતરણ કરાતું હોવા અંગે જવાબદાર અધિકારીઓ વચ્ચે સત્તાવાર પત્રવ્યવ્હારથી મામલો ચકચારી બન્યો છે. ઓખા નગરપાલીકાના ચીફ ઓફીસર દ્વારા પાણી પૂરવઠા વિભાગની કચેરીને પાઠવેલ પત્રમાં જણાવ્યાનુસાર ઓખા નગરપાલીકા વિસ્તારમાં આઠેક દિવસથી વિતરીત થતાં પાણી પીળાશ પડતું તેમજ દુષ્ાિત છે તેવો પત્ર તાલુકા આરોગ્ય અધિકારીએ નગરપાલીકાને લખી જાણ કરાઇ છે.

આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલીકાને કરેલ જાણમાં દુષ્ાિત પાણીથી લોકોમાં અનેક પ્રકારના રોગ ફેલાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે ઓખા નગરપાલીકા વિસ્તારમાં પાણી પૂરવઠા બોર્ડ દ્વારા વિતરણ કરાતા દુષ્ાિત પાણીમાં સુધારો કરી પીવાલાયક પાણી આપવા ખૂદ ઓખા નગરપાલીકા ચીફ ઓફીસરે જ રાજયની સત્તાવાર પાણી પૂરું પાડતી સંસ્થાને લખવું પડયુ હોય ત્યારે આ બાબત તપાસનો વિષ્ય બને તો નવાઇ નહિં તેવું જાણકારોમાં ચચર્ઇિ રહયુ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS