રાજકોટમાં રહેતી યુવતીને ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા શખસે લની લાલચ આપી પારસી અગીયારી ચોક પાસે આવેલી હોટલમાં લઇ જઇ તેના પર વારંવાર દુષ્કર્મ આચયુ હતું.બાદમાં આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.જેથી આ અંગે યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ભોગબનનાર યુવતીએ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીગ્રામ શેરી ન.ં ૬માં રહેતા કશ્યપ રાજુભાઈ સોલંકીનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલા તેનાલગ્ન થયા હતા. સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઇ હતી. બે વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. બે વર્ષ પહેલા જ રૈયા ચોકડીએ ફરવા ગઇ ત્યારે આરોપી સાથે પરિચય થયા બાદ પ્રેમ સબધં બંધાયો હતો.
તે વખતે તેણે આરોપીને પોતાના છૂટાછેડા થઇ ગયાનું અને પુત્ર પતિ પાસે હોવાની વાત જણાવી હતી. આરોપીએ તેની સાથે લ કરીશ તેમ કહ્યું હતું. જેને કારણે આરોપીના વિશ્વાસમાં આવી ગઇ હતી. બે વર્ષ પહેલા આરોપીએ તેને પારસી અગિયારી ચોક નજીક આવેલી હોટલમાં બોલાવી તું આજથી મારી પત્ની છો તેમ કહી તેની સાથે તેની મરજીથી શરીર સંબધં બાંધ્યો હતો. ત્યારબાદ સાતેક મહિના સુધી અવારનવાર તે જ હોટલમાં બોલાવતો હતો.
એકાદ વર્ષ પહેલા આરોપીનું એકસીડેન્ટ થતાં પગમાં ફ્રેકચર થયું હતું. જેને કારણે આરોપી પથારીવશ હતો.આ સ્થિતિમાં આરોપીએ તેને ઘરે સેવા કરવા માટે બોલાવી હતી. ઘરે જતી ત્યારે આરોપીના માતા–પિતા પણ બંનેના પ્રેમ સંબંધથી વાકેફ હતા. આરોપી માતા–પિતાની ગેરહાજરીમાં તેને ઘરે બોલાવી શરીર સંબધં બાંધતો હતો.
૨૦૨૩ની સાલમાં આરોપીએ તેને રૈયા ચોકડીએ બોલાવી બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલમાં લઇ જઇ શરીર સંબધં બાંધ્યો હતો. તે વખતે તેણે આરોપીને લ કરવાનું કહેતા ના પાડી દીધી હતી. જેને કારણે આરોપી વિરૃધ્ધ પોલીસમાં અરજી કરતાં સમાધાનની વાત થઇ હતી. જો કે બાદમાં આરોપીએ લનો ફરીથી ઇન્કાર કરી દીધો હતો. જેથી અંતે યુવતીએ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ બી.એમ.ઝણકાટ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech