જામનગરના યુવાનને ઈલેક્ટ્રિક શૉક દેવાના મામલે એલસીબીના પૂર્વ ત્રણ કર્મીઓ સામે કોર્ટમાં ફરિયાદ

  • April 07, 2021 10:56 PM 

કોર્ટના આદેશથી ફરિયાદ થતાં પોલીસ દ્વારા તપાસ: ભારે ચકચાર

જામનગર એલસીબીના ત્રણ પૂર્વ કર્મચારીઓએ યુવાનને ગોંધી રાખી ઈલેક્ટ્રિક શૉક આપવાના મામલે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે અંગેની વિગતો ધ્યાને લઈ એમ કેસ દાખલ થયો છે અને પોલીસને તપાસ માટે આદેશ કરવામાં આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2018ના  સમય દરમિયાન  એલસીબીના પૂર્વ એએસઆઈ અને હાલ ગુજસીટોકના આરોપી અને અન્ય બે પોલીસ કર્મચારી સામે તપાસના આદેશ થતાં ચકચાર વ્યાપી છે.

એલસીબીના ત્રણ કર્મચારીઓમાં પૂર્વ કર્મી વશરામ આહિર, મિતેશ પટેલ અને કમલેશ રબારી સામે રણજીત સાગર રોડ પર રહેતાં મહાવીરસિંહ દેવાજી જાડેજાને ગોંધી રાખી માર મારી ઈલેક્ટ્રિક શૉક આપવાના મામલે કોર્ટૈમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એડિશ્નલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.એચ. ચૌહાણે આ કેસમાં પોલીસ ફરિયાદનો હુકમ કર્યો હતો. ફરિયાદીના વકીલ નિખિલ બુદ્ધભટ્ટી દ્વારા અદાલતમાં કરવામાં આવેલી દલીલો અને રજૂઆતોને ધ્યાને લેવામાં આવી હતી. દરમિયાન કોરોનાની મહામારીના પગલે આ કેસની કાર્યવાહી મુલ્તવી રાખવામાં આવી હતી.

દરમિયાન ચીફ જ્યુડિ. મેજિ. એન.એચ. ચૌહાણની કોર્ટમાં આ સમગ્ર મામલે રિવિઝન સામે સ્ટેની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઈ સ્ટેની માંગણી નામંજૂર કરવામાં આવી હતી અને અદાલતે ત્રણે’ય પોલીસકર્મી સામે પોલીસમાં ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. સિટી ‘એ’ ડિવિઝનમાં આ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોેલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોકત વિગતો આધારે કોર્ટમાં એમ કેસ દાખલ થયો છે જેના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS