આર્મી ભરતીની પરીક્ષાના બોગસ સિક્કા, એડમિટ કાર્ડ બનાવ્યાની જામનગરમાં ફરિયાદ

  • April 02, 2021 07:48 PM 

ડુપ્લીકેટ કાર્ડ વોટ્સઅપમાં વાઈરલ કરેલા, સાઇબર સેલની મદદથી પોલીસ દ્વારા અજાણ્યા શખ્સની તલાશ, ખોટા ફ્રોડ કરનાર અંગે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરનો સંપર્ક કરવા અનુરોધ

જામનગરમાં સ્થિત ડીજી લાઇન્સ આર્મી રિક્રુટમેન્ટ બોર્ડની કચેરી -અધિકારીના ડુબલીકેટ સહી-સિક્કા બનાવીને નકલી એડમિટ કાર્ડ બનાવી કોઈ લેભાગુ તત્વો દ્વારા પૈસાની લેવડ-દેવડ કરી વોટ્સઅપમાં વાઈરલ કરવામાં આવ્યાનું ધ્યાન પર આવતા આ મામલે અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાયબર સેલની મદદ મેળવીને પોલીસ દ્વારા અજાણ્યા શખ્સની શોધખોળ આદરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ જામનગરના મિલિટરિ એરિયા ઇન્ફન્ટ્રી લાઈન ક્વાર્ટર ખાતે રહેતા અને આર્મી રિક્રુટમેન્ટ બોર્ડમાં ફરજ બજાવતા વિજય સુબેયા મોલાએ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીની રિક્રુટમેન્ટ બોર્ડના અધિકારી રાજીવકુમારને ટેલિફોનથી તથા વહાર્ટસપ માધ્યમથી જાણવા મળેલ કે કોઈ અજાણ્યા ઇસમે પૈસાની લેવડ-દેવડ કરી રિક્રુટમેન્ટ બોર્ડના સિક્કા તથા ડાયરેક્ટર રાજીવ કુમારના નામજોગ ડુબલીકેટ સહી-સિક્કા બનાવી આર્મી ભરતીના લેખિત પરીક્ષા આપવા માટેના નકલી એડમિટ કાર્ડ બનાવી વોટ્સએપમાં મૂકી ગુનો કર્યો હતો.

આ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈ પીસી કલમ 465, 468, 484 મુજબ ફરિયાદ કરવામાં આવી છે જેની તપાસ પીએસઆઇ રાણા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા ખાતે યોજાયેલા આર્મી ભરતી મેળો ફેબ્રુઆરીમાં પખવાડિયા સુધી જે માં ઉમેદવારો દોડ, મેડિકલ ટેસ્ટમાં પાસ થયા છે જેને આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા એડમિટ કાર્ડ અપાયા છે તેવા ઉમેદવારો લેખીત પરીક્ષામાં ભાગ લઇ શકશે, ખોટા એડમિટ કાર્ડ બનાવી ને પૈસા પડાવાનું ચાલી રહ્યું હોવાનું ધ્યાને આવતા વિધિવત્ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.આ ઉપરાંત ખોટા ફ્રોર્ડિંગ કરનારા કોઈના ધ્યાને આવે તો આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ જામનગરનો સંપર્ક કરી આ અંગેની માહિતી આપવા અનુરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS