મીઠાપુરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ભાવેશભાઈ હરજીભાઈ બગડા નામના 34 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમના સમાજના કાર્યકર હોય, આ વચ્ચે આ જ વિસ્તારના રહીશ કરણભા કારાભા માણેક નામના શખ્સ દ્વારા કોઈ બાબતનો પુર્વગ્રહ રાખીને ચાલ્યા આવતા મન દુઃખના કારણે ફરિયાદી ભાવેશભાઈના રહેણાંક મકાને આવીને તેમના મકાનના ડેલા પર પથ્થરના છુટા ઘા કર્યા હતા. આટલું જ નહીં, અહીં આરોપીએ લઘુશંકા કરતા ભાવેશભાઈએ આમ નહીં કરવા જણાવ્યું હતું.
આ બાદ આરોપી દ્વારા ફરિયાદી ભાવેશભાઈને જાતિ વિશે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. જે અંગે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એસ.સી. એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે એક ટ્રક ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
ખંભાળિયામાં નવાનાકાની અંદરના વિસ્તારમાં રહેતા સાગર ડાયાભાઈ કટારીયા નામના 25 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની આઠ બોટલ તેમજ એક મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 30,783 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે ભાણવડ તાલુકાના મોરઝર ગામના રહીશ વિજય બગડાનું નામ જાહેર થયું છે. જે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
દ્વારકા નજીક જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
દ્વારકાથી આશરે 12 કિલોમીટર દૂર વાંચ્છુ ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે તેજા જીવણ ચાસીયા, માણસી પેથા ચાસીયા, તોરીયાભા આલાભા ભગાડ, જેઠાભાઈ ડુડાભા કેર અને ખેતા પુના ચાનપા નામના પાંચ શખ્સોને જાહેરમાં ગંજીપાના વડે તીનપતિ નામનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 10,720 મુદ્દામાલ કબજે કરીને જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
મીઠાપુરમાં ભિક્ષુક વૃદ્ધનું મૃત્યુ
મીઠાપુરના રેલ્વે સ્ટેશન આસપાસની ખુલ્લી જગ્યામાં રહી, અને ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન ગુજારતા શિવરામ ઉર્ફે સીરીયો પંચુરામ કાશીરાવ નામના 65 વર્ષના મદ્રાસી વૃદ્ધનું વૃદ્ધાવસ્થાની સ્થિતિમાં હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ સ્થાનિક પોલીસને કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech